
ગીર સોમનાથમાં ૨૬મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી કોડીનાર ખાતે થશે. જેના સુચારૂ અને વ્યવસ્થિત આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણી શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ખેડૂત સહકારી મંડળી લિ.ના મેદાનમાં થશે. જેમાં પરેડ સહિત વિવિધ વિભાગના ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમના આયોજન અને રૂપરેખા અંગે અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાએ વીજ પુરવઠો, વાહન પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયમન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફાયર ફાઈટર વગેરે જેવી સુવિધાઓને અનુલક્ષી સંબંધિત વિભાગના અધિકારીઓને માહિતગાર કરી માર્ગદર્શિત કરાયા હતાં.

આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી જે.એમ.રાવલ, નાયબ કલેક્ટર શ્રી ભૂમિકાબહેન વાટલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબહેન બારૈયા, કાર્યપાલક ઈજનેર (સ્ટેટ) શ્રી એસ.ડી.મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાહુલ ગમારા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.એ.એસ.રોય, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર.એ.ડોડિયા સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી