
કોડીનાર ખાતે કેન્દ્રીય રાજય નાણામંત્રી શ્રી ડો. ભાગવત કરાડના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની કૃષિ,શિક્ષા, આરોગ્ય વગેરે જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓના પ્રતિભાવો સાંભળ્યા હતાં અને તમામને શુભકામનાઓ પાઠવી હતી.

કેન્દ્રીય રાજય નાણામંત્રી શ્રી ડો. ભાગવત કરાડે સ્થાનિક લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દિવસ-રાત કામ કરી છેવાડાના માનવીઓ સુધી યોજનાના લાભ પહોંચે એ રીતે કાર્ય કરી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દરેક વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. ખેડૂતો માટે કિસાન સન્માન, પાકવીમા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન-મા કાર્ડની સુવિધા, પ્રધાનમંત્રી જનધનના માધ્યમથી બેંકમાં ખાતા ખોલાવવા, મહિલાઓથી લઈ વિદ્યાર્થીઓને સ્પર્શતી તમામ યોજનાઓ ઉપરાંત ઉદ્યોગ,કૃષિ,શિક્ષા તેમજ આરોગ્ય સહિત તમામ ક્ષેત્રે સરકાર ઉત્તમ કાર્ય કરી રહી છે. અંતમાં મંત્રીશ્રીએ સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત તમામને આહવાન કર્યું હતું.
આ તકે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી મત્સ્ય સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ),પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓએ મંત્રીશ્રી સમક્ષ યોજનાથી જીવનમાં આવેલા પરિવર્તન વિશે પોતાના લાભદાયી અનુભવો જણાવ્યા હતાં.

આ તકે, પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર, પ્રદેશ કિશાન મોરચા ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠિયા,અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા, ઉના પ્રાંત અધિકારી શ્રી જે.એમ.રાવલ સહિત તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રી સહિતના અગ્રણીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી