October 1, 2022

ગીર-સોમનાથના આદ્રી ખાતે બક્ષીપંચ છાત્રાલયનું લોકાર્પણ કરતા મંત્રી વાસણભાઇ આહીર

ગીર-સોમનાથના આદ્રી ખાતે બક્ષીપંચ છાત્રાલયનું લોકાર્પણ કરતા મંત્રી વાસણભાઇ આહીર
Views: 194
0 0

Share with:


Read Time:3 Minute, 40 Second

રાજ્ય સરકારની યોજના હેઠળ ૪૦૦ વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરે છે : મંત્રીશ્રી વાસણભાઇ આહીર

ગીર-સોમનાથના આદ્રી ખાતે બક્ષીપંચ છાત્રાલયનું લોકાર્પણ કરતા મંત્રી વાસણભાઇ આહીર

        ગીર-સોમનાથ તા. -૦૯, ગીર-સોમનાથ જિલ્લાના આદ્રી ખાતે સ્વશ્રી વી.આર.જોટવા બક્ષીપંચ છાત્રાલયનું લોકાર્પણ રાજ્યકક્ષાના સમાજ કલ્યાણ મંત્રીશ્રી વાસણભાઇ આહીરના હસ્તે કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જનપ્રીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દરેક સમાજના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેના કારણે બક્ષીપંચ સમાજના ૪૦૦ વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરે છે. રાજ્ય સરકાર દ્વારા વિદેશ અભ્યાસ કરવા માટે નજીવા વ્યાજદરે રૂા. ૨૫ લાખની લોન આપવામાં આવે છે. સામાજીક, શૈક્ષણિક અને આર્થીક રીતે પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિઓ અને લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓ માટે કાર્યરત વિવિધ સરકારી છાત્રાલયોના ૫૩,૪૯૭ વિદ્યાર્થીઓને કોવીડ-૧૯ની અસામાન્ય પરિસ્થિતિ દરમિયાન કુલ રૂા. ૮૦૨.૪૫ લાખની સહાય સીધી તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. જોટવા પરિવાર દ્વારા કરવામાં આવતા લોક ઉપયોગી કામો બાબતે અભિનંદન આપ્યા હતા.

        સાસંદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મંત્રી મંડળમાં ૨૭ મંત્રીઓ બક્ષીપંચના છે. આ સરકાર દ્વારા બક્ષીપંચના લોકોના વિકાસ માટે અનેક વિધ પગલાઓ લેવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ મંત્રીશ્રી ઝવેરીભાઇ ઠકરાર, પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઇ હુંબલ અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઇ પરમારે પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

        પુર્વ બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. બક્ષીપંચ છાત્રાલયની વિગતો આપતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે, રૂા. ૧.૮૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ છાત્રાલયમાં ૧૧ રૂમો, ૧ ગેસ્ટ રૂમ, ભોજન ખંડ, લાયબ્રેરી રૂમ સહિતની તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી દીપકભાઇ નિમાવતે કર્યું હતું. આભાર વિધિ આદ્રીના સરપંચશ્રી મયુરભાઇ જોટવાએ કરી હતી.

        આ તકે ગીર-સોમનાથ પ્રભારી મનસુખભાઇ ભુવા, પુર્વ ધારાસભ્યશ્રી કે.સી.રાઠોડ, નગરપાલિકાના પ્રમુખશ્રી પીયુષભાઇ ફોફંડી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સરમણભાઇ સોલંકી, જિલ્લા મંત્રીશ્રી મહેન્દ્રભાઇ પીઠીયા, અગ્રણીશ્રી કીરીટભાઇ, જગદીશભાઇ ફોફંડી, કિશોરભાઇ કુહાડા, લખમભાઇ, વિક્રમભાઇ પટાટ, બચુભાઇ વાજા, શૈલેન્દ્રસિંહ રાઠોડ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: