
ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન થનાર છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિધાનસભા ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધે તથા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમને આવશ્યક એવી તમામ સુવિધાઓ મળી રહે અને દિવ્યાંગ મતદારો સાથે વાણી વ્યવહાર બાબતે જાણકારી મળે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પોલિંગ સ્ટાફને જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં તાલીમ આપવામાં આવી હતી.

વધુમાં દિવ્યાંગ મતદારોને મતદાનના દિવસે વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે PwD એપ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ જાહેર કરેલ છે. જેના પર મતદાર કોલ કરી અને વ્હીલચેર તેમજ અન્ય સુવિધાઓની માહિતી મેળવી શકે છે.

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી