September 30, 2022

ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે ધરપકડ

ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે ધરપકડ
Views: 651
0 0

Share with:


Read Time:1 Minute, 48 Second
ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે ધરપકડ

ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે થયેલી હત્યામાં ખુલ્યું ચોંકાવનારું કારણ, પોલીસે બે આરોપીની કરી ધરપકડ:

ગીર સોમનાથમાં ગત ૧૧ તારીખના રોજ દ્રોણ ગામ (દ્રોણસીમ)ની મછુન્દ્રી નદીના કાંઠે કોઇ અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથીયાર વડે મનસુખભાઈ કેશુભાઈ સાંખટની હત્યા નીપજાવી દીધી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગીર સોમનાથ ક્રાઇમબ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

એહવાલ.મનુ કવાડ…

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૧ તારીખના રોજ દ્રોણ ગામની સીમ મનસુખ કેશુભાઈ સાંખટની હત્યા મામલે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર આ મામલે આરોપી દેવાયતભાઇ ટપુભાઇ રામ આહીર અને રામભાઇ ટપુભાઇ રામ આહીરની ધરપકડ કરી છે. પોલીસે આ માલમે આઈપીસની કલમ 302 અને જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓએ મનસુખભાઈ કેશુભાઈ સાખટને રખડતા ભટકતા હોય અને કામધંધો ન કરતા હતા અને તેનો પુત્રો પશુ ચરાવવા જાય ત્યારે ઉછીના પૈસાની માગણી કરતા હતા. જો પૈસા ન આપે તો પરેશાન કરતા હતા અને ગાળાગાળી કરતા હતા. આમ ઉશ્કેરાઈ જઈ આરોપી દેવાયતભાઈ અને રામભાઇ ઉશ્કેરાઇ જઇ પુર્વ આયોજિત કાવતરૂ રચી હત્યા નીપજાવી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: