
મિશન જય ભીમ ગુજરાત પ્રદેશ દ્વારા ગીરગઢડા તાલુકાના શાણા વાકિયા ગામ ખાતે આવેલ શાણા બોદ્ધ વિરાસત ખાતે સૌરાષ્ટ્ર ઝોનના અલગ અલગ જિલ્લાઓના લોકોનો બૌદ્ધ દીક્ષા ગ્રહણ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગતરોજ યોજાયેલા આ કાર્યક્રમમાં 900થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગીર ગઢડા તાલુકાના શાણા વાકિયા ગામે પી.એસ.આઇ.જોગદિયા, પ્રો.એમ.એન.વાઘેલા. સહિત 900 થી વધારે હિન્દુ ધર્મના લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. ધ ગ્રેટ અશોકા બોદ્ધ વિહાર પોરબંદરના ભન્તે પ્રજ્ઞારત્ન થેરો દ્વારા દ્વારા 900 થી વધારે લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી. આ કાર્યક્રમમાં જાપાનથી ભન્તે શેનસૂઈ તેરેસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આમંત્રિત મહેમાન તરીકે ડોક્ટર યોગેશ નેત્રક, એડવોકેટ અજમલભાઈ સોલંકી, પ્રોફેસર પી. પી .રાઠોડ, પી એલ. રાઠોડ વગેરે બુદ્ધિષ્ઠો ઉપસ્થિત રહ્યા હતા.
અશોક વિજયા દસમીના દિવસે અખંડ ભારતના જનક સમ્રાટ અશોક કે પણ હિંસાનો માર્ગ ત્યાગી બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી હતી. તેમજ ભારત દેશના સંવિધાનને લખનાર ડો. બાબા સાહેબ આંબેડકરે પણ આજ દિવસે લાખોની જનસંખ્યા સાથે બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી હતી. અહીં ધર્મ પરિવર્તનમાં જોડાયેલાઓનું માનવું છે કે, આધુનિક ભારતમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય શોષિત વર્ગના લોકો સાથે ધાર્મિક ભેદભાવ થવાના કારણે લોકો હિન્દુ ધર્મ છોડી રહ્યા છે.
સમાનતા, બંધુતા અને ન્યાય માટે લોકો વિજ્ઞાન વાદી અને તર્કશીલ ધર્મ અપનાવી રહ્યા છે. શાણા વાકિયા ગામે બોદ્ધ વિરાસત ને તત્કાલીન સૌરાષ્ટ્ર રાષ્ટ્ર સમયે આ સ્થળને બોદ્ધ ગુફાઓ જાહેર કરવામાં આવી છે. તેમજ બૌદ્ધ સંસ્કૃતિનું પવિત્ર પ્રતિક એટલે સ્તૂપ આ સ્થળ પર ચાર મોટા મોટા સ્તુપો આવેલા છે. 70 થી વધારે અલગ અલગ અભ્યાસ કેન્દ્રો ધ્યાન કેન્દ્ર અને બુદ્ધિષ્ટ પોલિસ્ટ્રી ઓના પુરાવાઓ મળી આવ્યા છે. તેમજ આ સ્થળ પર ભૂતકાળમાં 10,000 થી વધારે બોદ્ધ ભિક્ષુઓનો સંઘ રહેતો હશે એવું બુદ્ધ ધર્મને માનનારા લોકો તેમજ મિશન જય ભીમના પ્રચારક શિલ્પાબેન જોગદિયા દ્વારા જણાવ્યું હતું.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી