.ગીરગઢડાના જરગલી ગામમાં દિનદહાડે મહીલા દેશી દારૂનું વેચાણ…..પોલીસ અજાણ કે શું ?…
મહીલા દ્રારા દેશીની પોટલી ઓનું વેચાણ થતુ હોવાનું કેમેરામાં કેદ થયુ…

ઊના ગીરગઢડા પંથકમાં દારૂનું વેચાણ થયુ આમ તો સામાન્ય બાબત છે. પરંતુ ગીરગઢડા પોલીસ કાયદો અને વ્યવસ્થાની વાતમાં અહી સબ સલામત હોવાની વાતો કરે છે. ત્યારે તાલુકાના જરગલીલ ગામમાં એક મહીલા દ્રારા દેશી દારૂનુ વેચાણ થતુ હોય આ સમગ્ર બાબત કેમેરામાં કેદ થઇ હોય ત્યારે સવાલ પોલીસની કામગીરી સામે એક નહી પરંતુ અનેક સવાલ ઉઠવા પામેલ છે. અને દેશીની દારૂની પોટલી મહીલા દ્રારા ગ્રાહકને આપવામાં આવે છે. અને પોલીસ આ દારૂના વેચાણથી અજાણ હોય તે વાત સામાન્ય નાગરીક પણ સ્વીકારી શકે નહી…

એક તરફ તાજેતરમાં ગીરગઢડા પોલીસમાં બદલી પામી આવેલા મહીલા પી એસ આઇ ચાર્જ સંભળાતાની સાથે બુટલેગરો તેમજ દારૂના ધંધાર્થી સામે લાલ આંખ કરી પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ હોય તેમ તાલુકાના જરગલી ગામમાં દિનદહાડે એક મહીલા પોતાના ઘરમાં થેલીમાં દેશી દારૂની પોટલી રાખી વેચાણ કરતી હોય અને આ મહીલાના ઘરે દારૂનું ખુલ્લે આમ વેચાણ થઇ રહ્યુ હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ જવા પામેલ છે. પરંતુ જોવાની ખુબી એ છેકે હાલ પવિત્ર શ્રાવણ માસ શરૂ હોય અને શંકર મંદિરના વિસ્તારમાં આવેલ ઘરમાં દેશી દારૂનું વેચાણ થતુ હોય અને ગ્રાહક બનીને ગયેલ વ્યક્તિ એ મહીલા પાસે ગયેલ અને કહેલ ઘા એ ઘા ત્રણ આપી દોને ત્યારે મહીલાએ કહ્યું ત્રણ હોય તો સારૂ તેમ કહી થેલી ખાલી કરી અને કહ્યુ, છેતો ખરી, તેમ કહી ત્રણ પોટલી આપી પૈસા લીધા હતા. બાળકોથી હસતા રમતા ઘરમાં દેશી દારૂનું વેચાણ પોલીસની જાણ બહાર કે શું ??

Average Rating
More Stories
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ ઉના નગર ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરાઇ
ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં રામ રાજ્ય પ્રજા સુખી, બુટલેગરો બેફામ
ઉના બાલાજી શાખાના સ્વયંસેવકો દ્વારા વાલ્મીકિ સમાજના પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી