December 11, 2023

ગાયની હિંમત જોઈ સિંહે શિકાર કરવાનું માંડી વાળ્યું:ગીર જંગલમાં તરાપ મારી બે સિંહે ગાયને લોહિયાળ કરી દીધી, જીવ બચાવવા ગાયે બંને સિંહને દોડાવી દોડાવીને હંફાવ્યા

ગાયની હિંમત જોઈ સિંહે શિકાર કરવાનું માંડી વાળ્યું:ગીર જંગલમાં તરાપ મારી બે સિંહે ગાયને લોહિયાળ કરી દીધી, જીવ બચાવવા ગાયે બંને સિંહને દોડાવી દોડાવીને હંફાવ્યા
Views: 3037
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 0 Second
ગાયની હિંમત જોઈ સિંહે શિકાર કરવાનું માંડી વાળ્યું:ગીર જંગલમાં તરાપ મારી બે સિંહે ગાયને લોહિયાળ કરી દીધી, જીવ બચાવવા ગાયે બંને સિંહને દોડાવી દોડાવીને હંફાવ્યા

ગીર નજીક જંગલમાં બે સાવજો શિકારની શોધમાં હતા. ત્યાં બંને સિંહોઓને જંગલમાં ગાય નજરે પડતાં તેના પર હુમલો કર્યો હતો અને તેનું મારણ કરવા પ્રયાસ કર્યો હતો. ડાલામથ્થાએ ગાય પર હુમલો કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ તેમ છતાં ગાયે મોત સામે લડી બંને સિંહોને ભગાડ્યા હતા. જે વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગીરના વનરાજાએ ગાય પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પરંતુ તેમ હોવા છતાં ઇજાગ્રસ્ત ગાયે પોતાનો જીવ બચાવવા હિમ્મતભેર મોત સામે લડી બે સિંહોને ભગાડ્યા હતા.

આ જોતા સોરઠના કવિ ઝવેરચંદ મેઘાણીની કવિતા ચૌદ વરસની ચારણ કન્યા જરૂર યાદ આવે. જેમાં એક ચૈદ વરસની બાળકી સિંહને દોડાવી રહી છે. મેધાણીએ તેનું વર્ણન જે રીતે કર્યુ તે પ્રકારના દ્રશ્ય જોવા મળ્યાં હતા. ગીર પંથકના નજીકના ગામની સીમ વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણીઓના આટાફેરા સામાન્ય બની ગયા છે. તેઓ સહેલાઇથી શિકાર પણ મેળવી લેતા હોય છે.

ત્યારે ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ ગાય ઉપર હુમલો કરે છે. બાદમાં ગાય પીઠ પર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં હિંમત કરી મહામુસીબતે ઉભી થઇ હતી. અને સિંહોની પાછળ દોટ મુકતા બન્ને સિહોને ઉભી પુચડીએ ભગાડ્યા હતા. આવી ઘટના ક્યારેક જોવા મળતી હોય છે. જે વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author