વિશ્વ ગુજરાતી સમાજના મુખ્ય સંવર્ધક માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રમુખશ્રી સી.કે.પટેલ સાહેબ તેમજ યુથ વિગનાં કન્વીનરશ્રી પૌરસ પટેલ સાહેબ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના શ્રી ગાયત્રી ગરબી મંડળએ ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનો રિવાજ આજના યુગમાં યથાવત જાળવી રાખેલ છે જે પ્રશંસનીય અને નોંધનીય છે.જે બાબતની નોંધ લઈ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ગાયત્રી ગરબી મંડળ – ઊના દ્વારા ગુજરાતી સંસ્કૃતિનું જાળવણી કરી ગુજરાતી સંસ્કૃતિ પુરસ્કાર – ૨૦૨૨ માં પસંદગી પામેલ છે.

જેમાં પુરસ્કાર જિલ્લા જીલ્લા કો. કન્વીનર શ્રી બચુભાઇ ચુડાસમા અને વિજયભાઈ મેર ,સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી ગુજરાત પ્રદેશ/ગીર સોમનાથનાં પ્રભારી શ્રી પ્રજ્ઞેશ રાવલ, તથા વિશ્વ ગુજરાતી સમાજમાં ગીર સોમનાથ જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરનાર નવયુવાન કો – કન્વીનરશ્રી ધ્રુવ રમેશભાઈ દીક્ષિત દ્વારા ગાયત્રી ગરબી મંડળ પ્રમુખ શ્રી અશ્વિન રાજુભાઈ ડાભી અને ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ નાં હોદેદારો ની નોંધ લેવામાં આવી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જે શ્રી ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી ગાયત્રી ગરબી મંડળ ઉના માટે ગૌરવની વાત છે, જેમાં ગાયત્રી મંદિર ના ટ્રસ્ટી એવા શ્રી રાજુભાઇ ડાભી દ્વારા સતત ૨૮ વર્ષથી મંદિર પ્રાચીન ગરબી માટે યુવાનો ને પ્રેરતી અને માર્ગદર્શન પુરૂપડતા રહ્યા છે.

જેમાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, સ્વ. ધીરુભાઈ અંબાણી, જેવા મહાનુભાવો આ વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ ના સભ્યો છે. અને મુખ્ય સર્વર્ધક માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ વિશ્વ ગુજરાતી સમાજ શ્રી સી.કે પટેલ સાહેબ, કનવિનર યુથ વીંગ શ્રી પૌરસભાઈ પટેલ છે, જે ગૌરવવંતી વાત છે.

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં પશુ આરોગ્ય અને નિદાન સારવાર કેમ્પનું આયોજન
વેરાવળ પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયાના હસ્તે જાંબુરના હીરાબાઈ લોબીને પ્રશસ્તિપત્ર એનાયત
ઉનામાં અવરલોડિંગ ડમ્પર સામે તંત્રના આંખ આડે કાન જેવી સ્થિતિ