
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સનખડા પીએચસી કેન્દ્રમાં દર્દીઓની સારવાર માટે મશીનની સુવિધા ન હોવાથી લોકોને ઉના હોસ્પિટલે જવું પડતું હતું. જેથી જિલ્લા પંચાયત સભ્ય દ્વારા લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવતા પીએચસી કેન્દ્રમાં મશીનો આવી જતાં હવે લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધા મળી રહેશે. લોકોને હવે ઉના સુધી ધક્કો ખાવો નહીં પડે તેથી લોકોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે.

સનખડાની પીએચસી હેઠળ 11 ગામો આવે છે અને આજુબાજુના ગામોના લોકોને નજીકના પીએચસી કેન્દ્રમાં સારવાર તપાસ અર્થે આવતા હોય છે. આ કેન્દ્રમાં દર્દીઓને તપાસવા માટેના સાધન સામગ્રી ન હતી. તેને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયતના સભ્ય વિરાજી બોધાજી ઝાલાની ગ્રાન્ટમાંથી સનખેડા પીએચસી કેન્દ્રમાં આવતા દર્દીઓની સારવાર માટે તમામ ટેસ્ટ કરવા માટેના મશીન, સાધન સામગ્રીની ફાળવળી કરાઈ હતી.
જેમાં સીબીસી મશીન હિમોગ્લોબિન, શ્વેત કોષ, રક્ત કોષ, ત્રાક કોષના રિપોર્ટ જેથી શરીરમાં લોહીની ઉણપ વિશે જાણી શકાય, Hba1c રિપોર્ટ જેમાં ત્રણ મહિનાનું એવરેજ ડાયાબિટીસનો રિપોર્ટ, ટીબી માટે ગળફાની તપાસનો રિપોર્ટ, મેલેરીયા અને ટાઈફોડ જેવા તાવની તપાસ, સગર્ભા સ્ત્રીઓની લોહીની ચકાસણી, એચ.આઈ.વી., ઝેરી કમળો માટે લોહીની તપાસ કરી શકાય તેવા મશીનોની ફાળવણી કરાતા આ વિસ્તારના દર્દીઓને હવે ઉના સુધી ધક્કો ખાવો નહી પડે અને સ્થાનિક પીએચસી આરોગ્ય કેન્દ્રમાં સારવાર અને તપાસ માટેની તમામ સુવિધા મળી રહેશે. તેથી સનખડા હેઠળ આવતા 11 ગામના લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. આ ઊપરાંત આ પીએચસી કેન્દ્રમાં તબીબની પણ ઘટ હોવાના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યાં છે. જેથી તાત્કાલિક તબીબની નિમણૂક કરવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી