Sorath Ni Dharohar

News Channel of India

ગળામાં પતંગનો દોરો ફસાતાં અકસ્માત:ગીરગઢડાનો યુવાન પોતાના લગ્નની કંકોત્રી આપવા જતા વચ્ચે રસ્તામાં ગળાના ભાગે પંતગનો દોરો ફસાયો, ગળા તેમજ હાથમાં ગંભીર ઇજા પહોંચી

ગળામાં પતંગનો દોરો ફસાતાં અકસ્માત:ગીરગઢડાનો યુવાન પોતાના લગ્નની કંકોત્રી આપવા જતા વચ્ચે રસ્તામાં ગળાના ભાગે પંતગનો દોરો ફસાયો, ગળા તેમજ હાથમાં ગંભીર ઇજા પહોંચી

ગીરગઢડાના ધોકડવા ગામે રહેતો યુવાન પોતાના લગ્નની કંકોત્રી આપવા જતી વખતે અચાનક રસ્તા પર પતંગની દોરી યુવાનના ગળાના ભાગે ફસાઇ જતાં ઇજા પહોંચતાં અચાનક જ બાઈકનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે યુવાનને ગળા તેમજ હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવેલો છે.

ધોકડવા ગામનો યુવાન પોતાના લગ્ન 16 તારીખે હોવાથી લગ્ન પ્રસંગની કંકોત્રી કુટુંબીજનોને આપવા માટે બાઈક પર જતાં હતા. ત્યારે નજીકના મોલી ગામના રસ્તા પર અચાનક પતંગની દોરી ગળામાં ફસાતા બાઈકનો સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ફંગોળાઈ જતા નિચે પટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં યુવાનને ગળાના તેમજ હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા આજુબાજુના લોકોએ તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો છે. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયેલા હતા. જોકે ઉતરાયણના તહેવારમાં અનેક લોકો દોરીથી ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળેલ છે.


ગળામાં પતંગનો દોરો ફસાતાં અકસ્માત:ગીરગઢડાનો યુવાન પોતાના લગ્નની કંકોત્રી આપવા જતા વચ્ચે રસ્તામાં ગળાના ભાગે પંતગનો દોરો ફસાયો, ગળા તેમજ હાથમાં ગંભીર ઇજા પહોંચી