
કોવિડ સામે અગમચેતીના ભાગરૂપે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં પ્રાંત અધિકારી શ્રી કે.વી.બાટીની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજાઈ હતી. પ્રાંત અધિકારીશ્રીએ કોવિડને લગતી યોગ્ય જરૂરિયાતો જેવી કે, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઉપલબ્ધ બેડ સહિતની આરોગ્ય વિષયક સેવાઓનું બારીકાઈથી નિરિક્ષણ કર્યું હતું.

કોરોના વાયરસના અનુસંધાને રોગની શક્યતઃ અસરને અનુલક્ષી વાયરસના ફેલાવા સામે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સિવિલ હોસ્પિટલમાં પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રાંત અધિકારી શ્રીએ સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઉપલબ્ધ બેડ, ઓક્સિજન સિલિન્ડર્સ, દવાઓ વગેરે જેવી કોવિડને લગતી યોગ્ય જરૂરિયાતોનું જાત નીરિક્ષણ કરી આરોગ્ય વિષયક અન્ય વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો આપ્યા હતાં.

નોંધનીય છે કે, વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ત્રીજો માળ સંપૂર્ણ રીતે કોવિડને અનુલક્ષીને સજ્જ કરવામાં આવ્યો છે. જેમાં વેન્ટીલેટર્સ અને અન્ય સુવિધાઓ સહિત બેડની વ્યવસ્થા છે. ઉપરાંત હોસ્પિટલ ખાતે 1000 LPM, 750 LPM અને 500 LPM એમ ત્રણ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે અને કોરોના ટેસ્ટિંગ પણ ચાલુ છે.

પ્રાંત અધિકારીશ્રીએ સિવિલ સુપ્રિટેન્ડન્ટ જિજ્ઞેશભાઈ પરમાર, આર.એમ.ઓ ડો.પી.બી.નારિયા સાથે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ કોવિડ આનુસાંગીક યોગ્ય વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી અને આગામી સમયમાં ફરી કોવિડની સ્થિતિ સર્જાય તો દર્દીઓની સંપૂર્ણ સારવાર થઈ શકે તેવું આયોજન કરી લોકોને પણ સતર્કતા દાખવવા તેમજ માસ્ક પહેરવા અપીલ કરી હતી
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન