
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની એક હોટલમાં જીમ કરતી વખતે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. આ પછી તેના ટ્રેનરે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો
પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ નું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. હાર્ટ એટેક આવતાં તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 ઓગસ્ટે AIIMSમાં દાખલ થયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો.રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 42 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી વેન્ટિલેટર પર હોવા છતાં, પરિવાર અને ડોકટરોને આશા હતી કે, તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ તે હવે આપણી વચ્ચે નથી.તબીબોની ટીમ તેમની તબિયત સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી હતી.
તમને જણાવી દઈએ કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવની તબિયત લથડી હતી. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેનું નિધન થયું છે.58 વર્ષના રાજુ શ્રીવાસ્તવ 80ના દાયકાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ હતા. વર્ષ 2005માં સ્ટેન્ડ-અપ રિયાલિટી કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનમાં ભાગ લીધા પછી લોકો તેને જાણવા લાગ્યા હતા. રાજુ શ્રીવાસ્તવે મૈંને પ્યાર કિયા, બાઝીગર અને આમદાની અથની ખર્ચા રૂપૈયા સહિત ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતુ.
વર્કઆઉટ કરતી વખતે કોમેડિયન અચાનક ઢળી પડ્યા હતા. કાર્ડિયક અરેસ્ટ થયા બાદ રાજૂ શ્રીવાસ્તવના મગજ પર પણ અસર થઈ, જેના કારણે તેમનું બ્રેન ડેમેજ થઈ ગયું.જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક લોકો ભીની આંખે રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.રાજુની કોમેડીના મોટા નેતાઓ પણ દિવાના હતા.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી