
ગીર-સોમનાથ તા.૧૯: ગીર-સોમનાથ જિલ્લામાં તા.૧૬ થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારના મ્યુઝીયમ,હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઈટ મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તાઓની સાઈડમાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા કેળવાઈ તે માટે દીવાલો પર ચિત્રો દોરીને લોકોને સ્વચ્છતા માટેનો સંદેશો આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેમા લોકોને સ્વચ્છતા પ્રત્યે સંદેશ આપવાના હેતુથી કોડીનાર નગરપાલીકા દ્વારા રસ્તાની સાઈડમાં વિવિધ દીવાલો પર કચરો ડસ્ટબીનમાં નાખવો,સફાઈ કરવી સહિતના સંદેશો આપતા ચિત્રો શહેરના રસ્તાની સાઈટ પર કંડારવામાં આવ્યા છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી
રૂદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રી – ૨૦૨૩ નું એક ભવ્ય અને સુંદર ઇનામોની વણઝાર સાથે આયોજન કરવામાં આવેલ