December 11, 2023

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે થઈ જિલ્લાકક્ષાના ‘મિલેટ મહોત્સવ-૨૦૨૩’ની ઉજવણી

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે થઈ જિલ્લાકક્ષાના ‘મિલેટ મહોત્સવ-૨૦૨૩’ની ઉજવણી
Views: 1051
0 0
Spread the love

Share with:


Read Time:3 Minute, 3 Second

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-૨૦૨૩ને એક જનઆંદોલનના રૂપમાં લઈ સામાન્ય રીતે ગૌણ જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મૂલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય વગેરેમાં સકારાત્મક પરિવર્તન આવે એવો પ્રયત્ન કર્યો છે ત્યારે યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યાના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય ખાદ્ય અન્ન સુરક્ષા મિશન-ન્યૂટ્રી સીરિયલ યોજના હેઠળ ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા કોડીનાર તાલુકાના ડોળાસા ગામે જિલ્લા કક્ષાનો મિલેટ ઉત્સવ યોજાયો હતો. જેમાં કોડીનાર, ઉના અને ગીર ગઢડા તાલુકાના આશરે ૧૦૦૦થી વધુ ખેડૂતોએ હાજરી આપી હતી.

આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત મિલેટ પાકોના બુકે આપી કરવામાં આવ્યું હતું. જે પછી કાર્યક્રમમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ સફળ ખેતી પધ્ધતિ પરના પોતાના અનુભવો વર્ણવ્યા હતા તથા આંગણવાડી બહેનો દ્વારા વિવિધ મિલેટ આધારિત વાનગીઓનું પ્રદર્શન કરેલ હતું. જે માટે ખેડૂતોને પ્રશસ્તિ પત્ર તથા શાલ દ્વારા અને આંગણવાડી બહેનોને ઇનામ તથા પ્રશસ્તિ પત્ર આપી મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

આ તકે મહાનુભાવો દ્વારા ખેતીવાડી શાખા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર, આત્મા પ્રોજેક્ટ, આઈ.સી.ડી.એસ., બાગાયત, બિયારણ કંપની તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ૧૨ સ્ટોલની મુલાકાત પણ લેવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ખેડૂત ભાઈ-બહેનો માટે પોષણયુક્ત મિલેટ પાકો આધારિત પારંપારિક વાનગીઓના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે થઈ જિલ્લાકક્ષાના ‘મિલેટ મહોત્સવ-૨૦૨૩’ની ઉજવણી

આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજા સહિત ઉના, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યશ્રી,  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારના કૃષિ નિષ્ણાતો, ખેતીવાડી, આત્મા કૃષિ અને તાલીમ સંશોધન કેન્દ્ર, અરણેજના અધિકારીશ્રી સહિત ખેડૂતોની પણ બહોળી ઉપસ્થિતિ રહી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author