
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કોડીનાર નગરપાલીકા સ્ટેડીયમ ખાતે વિવિધ શાળા કોલેજોનાં બાળકો દ્વારા પ્રસ્તુત થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ અનેરી જમાવટ કરી હતી.

સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણની બહેનોએ સામુહિક યોગ નિદર્શન કર્યુ હતુ ત્યારબાદ શ્રી ભ.ભા.વિદ્યાલયનાં કોડીનારની બહેનોએ મોર બની થનગનાટ કરે લોકગીત પર રાસ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, દેશ ભક્તિ ગીત તેરી મિટટીમે મિલજાવા વિરાટ નગર પ્રાથમિક શાળા કોડીનાર બહેનોએ દેશભક્તિસભર માહોલનું સર્જન કર્યું હતું. તેમજ આદિવાસી નૃત્ય કે.જી .બી.વી દેલવાડા બહેનોએ, સમુહ નૃત્ય જય જય ગરવી ગુજરાત જવાહર નવોદય વિદ્યાલય કોડીનાર,પિરામિડ માધ્યમિક શાળા અરણેજ,સ્ત્રી શસક્તિકરણ દર્શાવતી કૃતી માધ્યમિક શાળા સિધાંજ,દેશ ભક્તિ ગીત યે દેશ હે વિર જવાનોકા અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા મ્યુ .ગર્લ્સ હાઈસ્કૂલ કોડીનાર બહેનોએ દ્વારા રજુ કરવામાં આવ્યુ હતુ અને માધ્યમિક શાળા વડનગરની બહેનોએ વાગ્યો રે ઢોલ લોકગીત પર રાસ કરીને સૈાનાં મન હરી લીધા હતા.

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી