
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથની પાવન ભૂમિ પર પધારેલા મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ સોમનાથ દાદાના દર્શન કરી મહાદેવને જળાભિષેક કર્યો હતો.

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ દેવાલયમાં પાવન દર્શનનો લાભ લઈ મહાદેવને પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરી મંત્રીશ્રીએ મહાદેવના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવી હતી.

ગીર સોમનાથ તા.૨૬ એપ્રિલ, ૨૦૨૩ (બુધવાર) સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ખાતે પધારેલા માહિતી અને પ્રસારણ, મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડો. એલ. મુરૂગનએ સોમનાથ મહાદેવના દર્શન કરી મહાપૂજા કરી હતી.

સોમનાથ મહાદેવ દેવાલયમાં સાગર કિનારે બિરાજતા દાદા સોમનાથના દર્શન કરીને મહાદેવના ચરણોમાં વંદન કર્યા હતા. દેવાલયના પાવન પરિસરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિ વિધાન અનુસાર સોમનાથ મહાદેવની મહાપૂજાનો લ્હાવો લઈ મંત્રીશ્રી શિવમય બન્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન