
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા પ્રકૃતિક પોષણ અભિયાન અને કિચન ગાર્ડન વિષે ક્ષેત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા સુત્રાપાડા તાલુકાનાં આલીદ્રા ગામે કિચન ગાર્ડન વિષે ક્ષેત્ર દિવસ ઉજવાયો હતો. જેમાં ગામની ૪૫ કરતા વધુ ખેડૂત મહિલાઓ તથા કિશોરીઓએ ભાગ લીધો હતો
આલિદ્રા ગામના બહેનોને ત્રણ મહિના અગાઉ અગ્ર હરોળ નિદર્શનના ભાગ રૂપે સુધારેલી જાતના શાકભાજીના બિયારણ જેવાકે ચોળી, ભીંડા, ગુવાર, ગલકા, તુરીયા, રીંગણી, ટમેટી, મરચી, તાંદળજો તથા સરગવાના બિયારણ આપેલા હતા. જેથી બહેનોએ વિવિધલક્ષી શાકભાજીનું વાવેતર કર્યું હતું અને આ કાર્યક્રમમાં પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
કેવિકેના વિષય નિષ્ણાંત ડૉ.હંસાબેન ગામી દ્વારા આહાર અને પોષણનું મહત્વ, ફળ તથા શાકભાજીનો આહારમાં ઉપયોગ અને અભાવથી થતાં રોગો વિષે સમજ આપવામાં આવી હતી અને કેવિકેના વડા શ્રી જીતેન્દ્ર સિંઘ દ્વારા સાત રંગોથી ભરપૂર પોષણ થાળી ખાવા માટે કેટલા છોડ વાવવા જોઇએ અને શું માવજત કરવી જોઈએ તે અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી હર્ષાબેન ઝાલાએ ખૂબ જ સહકાર આપ્યો હતો.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી