Sorath Ni Dharohar

News Channel of India

કાર્યક્રમોનું આયોજન:દ્રોણેશ્વરમાં રામ, શ્યામ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

કાર્યક્રમોનું આયોજન:દ્રોણેશ્વરમાં રામ, શ્યામ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
કાર્યક્રમોનું આયોજન:દ્રોણેશ્વરમાં રામ, શ્યામ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

દ્રોણેશ્વર ખાતે અખંડ ધૂન, મહાવિષ્ણુ યાગ, પ્રાકૃતિક શિબીર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

વડતાલ પીઠાધીપતી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે એસજીવીપી ગુરૂકુળ દ્રોણેશ્વરમાં 18 જાન્યુ.એ રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ પ્રસંગે સ્વામી નારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સંત તથા હિન્દુ ધર્મના જ્યોતિર્ધર પૂજ્ય ગુરૂવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી વ્યાસાસને બિરાજી ગ્રંન્થરાજ શ્રીમદ્ સત્સંગિજીવનની મધૂર કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે પૂજ્ય સદગુરૂ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હરિશ્વરૂપદાસજી સ્વામી તેમજ અનેક સંતો પણ પધારશે.

તેમજ 13 થી 19 જાન્યુઆરી સુધી કાર્યક્રમો યોજાનાર હોય તેમા સ્વામી નારાયણ મહામંત્રની અખંડ ધૂન, મદસત્સંગી જીવન કથા, મહાવિશ્નુયાગ, વૈદિક પ્રતિષ્ઠા યાગ, ચર્તુવૈદ પારાયણ, અરણી મંથન, ગૌપૂજન, સર્વરોગ નિદાન કેમ્પ, પ્રાકૃતિક શિબીર, શાકોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઠાકોરજીની નગરયાત્રા, રાસોત્સવ, મહાભિષેક, અન્નકુટ ઉત્સવ, મહિલા સંસ્કાર કેન્દ્ર પ્રારંભ, વાજડી અને ભાચા ગામે મૂર્તિ પ્રતિષ્ઠા આ ઉપરાંત પડા અને વાવડા ગામે પણ મુર્તિ પ્રતિષ્ઠા હોવાનું ભંડારી હરિકૃષ્ણદાસ સ્વામીએ જણાવ્યું હોવાનું કનુ ભગતે જણાવ્યું હતું.

કાર્યક્રમોનું આયોજન:દ્રોણેશ્વરમાં રામ, શ્યામ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ