Sorath Ni Dharohar

News Channel of India

કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ

<strong>કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ</strong>
<strong>કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ</strong>

ગીર સોમનાથતા.૧૨વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.વી.લિંબાસિયા દ્વારા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭(૧) અન્વયે જાહેરનામા અનુસાર શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થાય તેવી વસ્તુઓ લઈ જઈ શકે નહીં. પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકી શકે તેવા યંત્રો તેમજ સાધનો લઈ જવા નહીં. વ્યક્તિઓ અથવા શબ તેમજ આકૃતિઓ તેમજ પૂતળા દેખાડવા નહીં. અપમાન કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવા તેમજ અશ્લીલ ગીતો ગાવા નહીં. સુરૂચિ તેમજ શાંતિનો ભંગ થાય તેવા હાવભાવ, ચેષ્ટા કરવી નહીં અને ચિત્રો, પ્લેકાર્ડ તેમજ અન્ય વસ્તુઓ કરવી નહીં.

સરકારશ્રીની નોકરીમાં કામ કરતા અધિકારીઓને ફરમાવ્યા હોય અને હથિયાર લઈ જવાની ફરજ હોય, શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની તેમજ શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી હોય તેમજ ખેડૂતો ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જવાની હાડમારી ન થાય અને રોજીંદુ કામ કરી શકે તેવી વ્યક્તિઓને જાહેરનામું લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ એક વર્ષ સુધીની સખત કેદ તેમજ દંડની જોગવાઈ તેમજ કલમ ૧૮૮ અનુસાર ગુનો સાબિત થયે એક માસની સાદી કેદ અને રૂ.૨૦૦નો દંડ તેમજ માનવજીવનને અથવા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે તો ૬(છ) માસ સુધીની કેદ અને રૂ.૧૦૦૦ સુધીના દંડને શિક્ષા પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૪/૧૧/૨૦૨૨થી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે.


<strong>કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ</strong>