
ભારત તરફથી ઓસ્કારમાં એન્ટ્રી મેળવનારી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટર રાહુલ કોળીનું અમદાવાદમાં નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ બે દિવસ બાદ પડદા પર રિલીઝ થવાની હતી. ફિલ્મના રિલીઝ પહેલા જ ચાઈલ્ડ એક્ટરનું નિધન થતાં ફિલ્મ જગતમાં શોકનો માહોલ સર્જાયો છે. જ્યારે ફિલ્મ પડદા પર રિલીઝ થશે ત્યારે ચાઈલ્ડ એક્ટરના નિધનને 13 દિવસ થશે, એટલે તે જ દિવસે તેનું તેરમું થશે.
ફિલ્મ છેલ્લો શોના દસ વર્ષીય એક્ટર રાહુલ કોળીનું નિધન 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે થયું છે. આ ફિલ્મમાં 6 બાળક કલાકાર મુખ્ય રોલમાં છે. જેમાંનો રાહુલ કોળી એક હતો. ફિલ્મમાં રાહુલ સિગ્નલમેનના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. 12 દિવસ અગાઉ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ છેલ્લા શોની પસંદગી કરી હતી.
રાહુલ બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયાનું નિદાન થયા બાદ અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં છેલ્લા 4 મહિનાથી સારવાર ચાલી રહી હતી. જ્યારે ફિલ્મનું શૂટ પૂર્ણ થઇ ગયું ત્યાર બાદ તેના પરિવારને રાહુલની બીમારીની જાણ થઇ હતી. રાહુલના પિતા ઓટો રિક્ષાના ડ્રાઈવર છે. તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ખૂબ ખુશ રહેતો અને રહેતો હતો કે ફિલ્મ 14 ઓક્ટોબર રિલીઝ થશે ત્યારબાદ આપણું જીવન બદલાઈ જશે. રાહુલની સારવાર માટે અમે અમારી રિક્ષા પણ વેચી નાખી હતી. આ વાતની જાણ ફિલ્મના ક્રૂને થતાં અમને રિક્ષા પરત અપાવી હતી. રાહુલ ત્રણ ભાઈ-બહેનમાં સૈથી મોટો હતો.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી