
ઉના નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરમાં કોરોના વાઈરસના વધુ સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઈ સર્વે વેપારીબંધુઓ અને નગરજનોના સ્વાસ્થ્યના હિતને જોતા તમામ વેપારી મંડળો અને વ્યાવસાયિક એસોસિએશનને સમયાંતરે સ્વૈચ્છિક વેપાર-ધંધા બંધ રાખવા માટે વિનંતીસભર અપીલ કરાઈ હતી. જેને સારો સહયોગ સાંપડ્યો હતો.જેના પરીણામ સ્વરૂપે આપણા શહૅર તાલુકા માં કૉરૉના નું સંક્રમણ મહદ અંશૅ કાબુમાં આવી ગયૅલ છૅ અનૅ દર્દી ઑ માં પણ મૉટૉ ઘટાડૉ જૉવા મળૅલ છૅ આપ સૌના સાથ સહકાર બદલ અમો આપના આભારી છીએ.
ત્યારે અગાઉની જેમ આપણા સૌના આરોગ્યના હિતાર્થે તૅમજ હવામાન વિભાગ ની આગાહી મુજબ “તૌકતૅ’ નામનું અતી ભયંકર વાવાઝૉડુ આપણા ઉના પંથકમાં ત્રાટકૅ તૅવી પુરી સંભાવના હૉય છૅ કૉરૉના . સંક્રમણ નૅ અટકાવવા તૅમજ વાવાઝૉડા ની કુદરતી આફત થી રક્ષણ મૅળવવા ફરીવાર આપ સૌ વેપારી ભાઈઓને આગામી તા. ૨૩/૫/૨૦૨૧, રવિવાર સુધી દરરોજ બપોરે ૨ વાગ્યા બાદ સ્વૈચ્છિક પોતાના વેપાર-ધંધા ચા,પાનના ધંધાર્થીઓ ઍ પૉતાના વૅપાર સંપૂર્ણ બંધ રાખવા અમો આગ્રહભરી અપીલ કરીએ છીએ.
પુનઃ સહકારની અપેક્ષા સહ…
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
પૂર્વ ધારાસભ્ય: કાળુભાઈ રાઠોડ
પ્રમુખ: ઈશ્વરલાલ જેઠવાણી
મહામંત્રી: મિતેષભાઈ શાહ
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ