Sorath Ni Dharohar

News Channel of India

ઉના શહેર યુવા મોરચા દ્વારા “મહા સંપર્ક અભિયાન” બાઈક યાત્રા યોજાઇ

ઉના શહેર યુવા મોરચા દ્વારા “મહા સંપર્ક અભિયાન” બાઈક યાત્રા યોજાઇ
ઉના શહેર યુવા મોરચા દ્વારા “મહા સંપર્ક અભિયાન” બાઈક યાત્રા યોજાઇ

સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના બ્યુગ્લ ફૂકાય ગયા છે ત્યારે દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા સમગ્ર ગુજરાતમાં યુવા મોરચાને વિશેષ આયોજન સાથે કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી જેના ભાગ રૂપે ઉના શહેર યુવા મોરચા દ્વારા “મહા સંપર્ક અભિયાન”અંતર્ગત જીલ્લા પ્રમુખશ્રી માનસિંગ પરમાર સુચના સાથે યુવા પ્રમુખ હિતેષ ઓઝાના માર્ગદર્શન હેઠળ ઉનામાં બાઈક યાત્રા યોજાઇ જે બાઇક યાત્રા વોર્ડ નં 4 અને 5 માં પ્રવાસ બેઠક યોજવામાં આવી હતી.જેમાં યુવા મોરચાના પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,મિતેશભાઇ શાહ,સુનિલભાઈ મુલચંદાની,કાંતિભાઈ છગ,હિતેશ દીવેચા સહિત તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે સ્થાનિક કોરપોરેટર હરેશ જોષી,ધીરુભાઈ છગ,વિજય રાઠોડ અને તેમના સાથી સદસ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી

ઉના શહેર યુવા મોરચા દ્વારા “મહા સંપર્ક અભિયાન” બાઈક યાત્રા યોજાઇ