
રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન ઉનાનાં પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાજપના શહેર યુવા મોરચાના પ્રમુખ વિનોદભાઈ બાંભણિયા એ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃતિઓનું આયોજન માધવ બાગ ખાતે કરવાામાં આવ્યું હતું. જેમાં દિવ્ય જ્યોત બ્લડ બેંક દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કરવાના ધ્યેય સાથે દેશના વડાપ્રધાનના નરેન્દ્ર મોદીજીના 17 સપ્ટેમ્બર જન્મ દિવસ નિમિતે દીર્ઘાયુ માટે બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું હતું સાથે અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જે અંતર્ગત શનિવારે ઉના શહેર તાલુકા ભારતીય યુવા મોરચા દ્વારા આ મહા રક્તદાન કેમ્પનું આયોજન માધવ બાગ ખાતે કરવામાં આવ્યું છે.

યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પનું કર્યું આયોજનઆ માટે વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું, કાર્યકરોનો અને દાતાઓનો ઉત્સાહ જોતા 74 બોટલથી વધુ રક્ત એકત્ર કરી શકાયું. રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રક્તદાતાઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

93 વિધાનસભા રક્તદાન કેમ્પ જીલ્લા યુવા મોરચા અધ્યક્ષ હિતેશ ઓઝા ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો જેમાં જીલ્લા મહામંત્રી વિશાલ વોરા,પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા મંત્રી રાજુભાઈ ડાભી,શહેર પ્રમુખ મિતેષ શાહ.તાલુકા પ્રમુખ બાબુભાઈ ચૌહાણ,યુવા મોરચા પ્રભારી કૃણાલ સોલંકી ,મહામંત્રી સુનીલ મુલચંદાની, કાંતિભાઈ છગ શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણિયા તાલુકા યુવા મોરચાના પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, ગીર ગઢડા યુવા પ્રમુખ અશ્વિન વાઘેલા, મહામંત્રી કિરીટભાઈ વાજા,હનુભાઈ ગોહિલ બેકસીપંચ મોર્ચા પ્રમુખ અશ્વિન ડાભી,નગરપાલીકા ઉપ પ્રમુખ ચંદ્રેશ જોશી,ધીરુભાઈ છગ,પરેશ બાંભણીયા,વિજય રાઠોડ,મયંક જોશી,હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી