વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉના પરિવાર દ્વારા અંદાજિત ૨૦ વર્ષ પછી અધર્મ ઉપર ધર્મ નો વિજય,અન્યાંય ઉપર ન્યાય નો વિજય,આંસુરી શક્તિ ઉપર સુરી શક્તિ દેવી શક્તિ નો ભવ્ય વિજય એટલે પવિત્ર વિજ્યાદશ્મી નો તહેવાર તા,૫ /૧૦/૨૦૨૨ બુધવાર ના સાંજે ૬.૩૦. વાગ્યે ભવ્ય શસ્ત્ર પૂજન ,ભારતમાતા મહા આરતી, દિવ્ય્ સન્તો નુ વક્તવ્ય્ સાથે ભવ્ય આતસબાજી સાથે હાઈ સ્કૂલ ના વિશાળ મેદાન માં વિશાળ કદ ના મહાકાય રાવણ રૂપી આંતકવાદી નું પૂતળા નું દહન નો ભવ્ય કાર્યક્રમ નું આયોજન વિહિપ પરિવાર દ્વારા કરવા માં આવી રહ્યું છે,આ કાર્યક્રમ ના દિવસે સંતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દલ્ દ્વારા ઉના તાલુકા ના દરેક લોકો ને ઉના શહેર ના દરેક લોકો ને દરેક ભગિની સંસ્થાઓને આ અભૂતપૂર્વ અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ માં આપ સહુ ખુબજ મોટી સંખ્યા સહ પરિવાર સાથે પધારવા હાર્દિક આમન્ત્રણ પાઠવીએ છીએ,હિન્દુ સમાજ ની પ્રચંડ જન મેદની આ ભવ્ય કાર્યક્રમ માં આવવા થનગની રહી હોય એક જોરદાર ઉત્સાહ નું વાતાવરણ બની રહ્યું છે ત્યારે ફરી એક વાર હિન્દુ સમાજ ને મોટી સંખ્યા માં હાજર રહેવા આપની પ્રતિક્ષા માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉના પરિવાર….

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં ઉના તાલુકા ના દરેક ગામો માં અને ઉના શહેર માં હિન્દુ સમાજ ના અગ્રણી તેમજ ખુબ સારુ વ્યકિત્વ અને પ્રભાવ ધરાવનારા ખ્યાતનામ એડવોકેટ એવા ગીર સોમનાથ જિલ્લા કા.અધ્યક્ષ રામજીભાઈ પરમાર ,જિલ્લા સહમંત્રી નીપુલભાઈ શાહ,જિલ્લા સંયોજક પાર્થ રૂપારેલ, તાલુકા પ્રમુખ યશવંત ભાઈ બાંભણિયા બજરંગ્ દલ ના તાલુકા સંયોજક ભાવેશભાઈ સાખટ. અને મુખ્યત્વે મહાકાય પૂતળા ને કલાત્મક કારીગીરી અને ખુબજ આકર્ષક ફટાકડા થી સજ્જ પોતાની આગવી સુજ થી પૂતળું બનાવનાર પ્રદીપભાઈ લાલવાણી ની આગેવાની હેઠળ આ કાર્યક્રમ સફળ બની રહ્યો છે…જય શ્રી રામ ના નાદ સાથે આ પૂતળા દહન ના કાર્યક્રમ માં પધારવા હાર્દિક આમંત્રંણ સાથે જય જય શ્રી રામ
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં પશુ આરોગ્ય અને નિદાન સારવાર કેમ્પનું આયોજન
વેરાવળ પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયાના હસ્તે જાંબુરના હીરાબાઈ લોબીને પ્રશસ્તિપત્ર એનાયત
ઉનામાં અવરલોડિંગ ડમ્પર સામે તંત્રના આંખ આડે કાન જેવી સ્થિતિ