
ઉના શહેરના વડલા ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ઠેર ઠેર પેશકદમી થયેલી છે અને પેશકદમી દિન પ્રતિદીન વધતી જઈ રહી છે. ત્યારે આ પેશકદમીના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફીક માટે પણ આ પેશકદમી અડચણરૂપ બની છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા આજરોજ આ વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરી રસ્તા સહિત 3000 ચો.મી. જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

તેમજ ધીમે ધીમે જવા માટે પણ ખાલી જગ્યા બચી હતી, ત્યાં પણ પેશકદમી થવા લાગી હતી. તો કોઇક દ્વારા કે બિનમૂડીને પણ ધંધો કરવા લાગેલા આ પેશકદમી હટાવવા માટે ન.પા. દ્વારા સર્વે હાથ ધરી તમામ ઇસમોને નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ ઘણા લોકોએ સ્વેચ્છાએ પેશકદમી હટાવી ન હોવાથી આજે નોટિસની મુદત પૂર્ણ થતા ઉના મામલતદાર ખાંભરા, ન.પા.ના ચિફ ઓફીસર જે.જે ચૈાહાણ, ગોપલાણીભાઇ સહિત ન.પા.નો સ્ટાફ પેશકદમી હટાવવા પહોંચી ગયા હતા.

આ પેશકદમીમાં મોટાભાગે કોમર્સીયલ હેતુ માટે દબાણ કરવામાં આવ્યું હતું. તે તમામ દબાણ દૂર કરવામાં આવ્યા છે. તેમજ એક રહેણાંકિય મકાન પણ પેશકદમીમાં હોય તે પણ દૂર કરવામાં આવ્યું હતું. પેશકદમી હટાવવા દરમ્યાન નાનો મોટો વિરોધ પણ થયો હતો. પરંતુ તંત્ર દ્રારા નિયમોનુસાર કામગીરી થતી હોવાની સ્પષ્ટ વાત કરવામાં આવતા પેશકદમી દૂર કરવામાં આવશે, તેમાં કોઇનું કાંઇ ચાલશે નહીં કેમ કે નોટિસ આપ્યા બાદ પણ દબાણકારો દ્રારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં આવ્યા નહતા તેમ જણાવવામાં આવ્યું હતું. આ બાબતે ઉના ન.પા.ના ચિફ ઓફીસર જે.જે. ચૌહાણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, રસ્તા સહિત 3000 ચો.મી. જગ્યા ખુલી કરવામાં આવી છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન