Sorath Ni Dharohar

News Channel of India

ઉના યુવા ભાજપ દ્વારા “મશાલ રેલી”યોજાય

ઉના યુવા ભાજપ દ્વારા “મશાલ રેલી”યોજાય

સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ અખંડ ભારત ની સ્મૃતિમાં “અખંડ ભારત સ્મૃતિ દિન” ની આજની પેઢીને યાદ તાજી કરવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું…

અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે યુવા ભાજપા દ્વારા ઉના ભાજપ કાર્યાલય થી પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ જીલ્લા મહામંત્રી વિશાલ વોરા,શહેર યુવા પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,તાલુકા યુવા પ્રમુખ સંજયભાઇ બાંભણીયા તેમજ નગરપાલિકા સદસ્યો,તેમજ વિવિધ મોરચા મંડળના હોદેદારો બહોળી સંખ્યમાં જોડાયા હતા આ મશાલ યાત્રા નગરપાલિકા ભવનથી ત્રિકોણબાગ સુધી મશાલયાત્રા નું આયોજન રાખવામાં આવેલુ હતુ

ઉના યુવા ભાજપ દ્વારા “મશાલ રેલી”યોજાય

તેમા ગ્રામીણ,શહેરના તમામ ભાજપના હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલાં… જયઘોષ,અને હાથમાં મશાલ સાથે ભારતમાતા કી જય,વંદેમાંતરમ નારા સાથે ઉના શહેરના ત્રિકોણબાગે ડો.આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી તમામ ક્રાંતિકારીઓને યાદ કરી આઝાદી અમર રહોના નારા સાથે આઝાદીની પૂર્વ સંધ્યા સ્મૃતિદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી


ઉના યુવા ભાજપ દ્વારા “મશાલ રેલી”યોજાય