November 30, 2022

ઉના માં સી.આર. પાટીલને આવકારવા ભા.જ.પા માં થનગનાટ

ઉના માં સી.આર. પાટીલને આવકારવા ભા.જ.પા માં થનગનાટ
Views: 1016
1 0

Share with:


Read Time:2 Minute, 24 Second

ઉના માં સી.આર. પાટીલને આવકારવા ભા.જ.પા માં થનગનાટપદાધિકારીઓની બેઠકમાં ૪૫૦ થી વધુ આગેવાનોની હાજરીનગરપાલિકાના સભાખંડમાં મળેલી બેઠકમાં અભૂતપૂર્વ તૈયારીઓને આખરી ઓપસમગ્ર ગુજરાત રાજયમાં ચૂંટણીનો માહોલ જામી રહયો છે ત્યારે, આગામી બીજી ઓકટોમ્બર ને રવિવારેઉના માંભા.જ.પા ના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પધારી રહયા છે. જેને લઈને પૂર્વ ધારાસભ્યશ્રી કે.સી. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ ૯૩–ઉના વિધાનસભા ભા.જ.પે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. પ્રદેશભા.જ.પા અધ્યક્ષ સી.આર. પાટીલ તાઃ– ૦૨/૧૦/૨૦૨૨ ને રવિવારે ઉના માં કાર્યકર્તા મહાસંમેલન તથા રૂદ્દાક્ષસીનેમાનાં ઉદ્ધાટન માટે આવનાર હોય અધ્યક્ષને આવકારવામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અને આયોજન માટેભા.જ.પા નાં ચુંટાયેલા પદાધિકારીઓ, સંગઠનનાં હોદેદારો અને બુથના પ્રમુખ અને કાર્યકરોની મીટીંગ ગત તા.૨૯/૦૯/૨૦૨૨ ને ગુરૂવારે બપોરે ચાર વાગ્યે ઉના નગરપાલિકાનાં સભાખંડમાં મળેલ હતી. જેમાં પૂર્વ ધારાસભ્યશ્રીકે.સી. રાઠોડ, જીલ્લા ભા.જ.પા નાં મહામંત્રી વિશાલભાઈ વોરા, તાલુકા ભા.જ.પા ના ઉના નાં પ્રમુખશ્રી બાબુભાઈચૈાહાણ, ગીરગઢડા તાલુકા પ્રમુખ કાળુભાઈ રૂપાલા તથા શહેર ભાજપા નાં પ્રમુખ મિતેશભાઈ શાહ સહિત ૪૫૦ થીવધુ આગેવાનો ઉપસ્થિત રહયા હતાં અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી કાર્યકરોને ઉમટી પડવા હાકલ કરાયેલ,ઉના શહેરનાં ત્રિકોણબાગ ચોક સામે આવેલ રાવણાવાડી માં બપોરે ૧૧-૦૦ વાગ્યે મળનાર કાર્યકર્તામહાસંમેલનમાં ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ઉમટી પડશે અને તમામ કાર્યકરો અગ્રણીઓ માટે ભોજન સમારંભનુંપણ આયોજન કરવામાં આવ્યું હોવાનું ભા.જ.પા ની એક યાદીમાં જણાવાયુ છે.

ઉના માં સી.આર. પાટીલને આવકારવા ભા.જ.પા માં થનગનાટ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: