February 23, 2024

ઉના મશુન્દ્રી નદી પુલ

ઉના મશુન્દ્રી નદી પુલ
Views: 1150
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 55 Second

અવાર નવાર સવાર થી સાંજ સુધી ઉના મશુન્દ્રી નદી પર ના પુલ પર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળે છે. નેશનલ હાઇવે બાય પાસ શરૂ ન થતાં રોજે રોજ પડતી અનેક સમસ્યાઓ મુસાફરો એ ભોગવવી પડે છે. ત્યારે આજ રોજ ઉના પૂર્વ ધારાસભ્ય કાળુ ભાઈ રાઠોડ વહેલી સવારે મશુન્દ્રી નદી ના પુલ પર દોડી આવ્યા હતા. JCB દ્વારા કામ શરૂ હોય જેથી વહેલી સવારે ટ્રાફિક જામ થયો હતો. 108 ટ્રાફિક માં ફસાઈ હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય સ્થળ પર હાજર હોય અને તાત્કાલિક વાહનો ને હટાવી ટ્રાફિક નો હલ પૂર્ણ કર્યો હતો. આમ ઉના ના પૂર્વ ધારાસભ્ય અવાર નવાર ઉના શહેર ના રોડ રસ્તાઓ ની સમસ્યા હલ કરવા માટે નજરે જોવા મળે છે. આમ જનતા દ્વારા એવા પણ સવાલો થઈ રહ્યા છે કે જ્યારે શહેર ની અંદર ટ્રાફિક સર્જાય છે ત્યારે ઉના ટ્રાફિક પોલીસ ની જગ્યા પર પૂર્વ ધારાસભ્ય એ હાજરી આપવી પડે છે. ટ્રાફિક પોલીસ નુ કામ શુ આવા અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે. ઉના શહેર ના રોડ રસ્તાઓ બાબતે અગાઉ 12 થી વધુ સંસ્થાઓ એ આવેદન પત્ર આપ્યા હતા. દર વર્ષે ઉના શહેર ના રોડ રસ્તાઓ ની સમસ્યા જોવા મળે છે. આ બાબતે સ્થાનિક તંત્ર અને રાજકીય નેતાઓ આગળ આવી આમ જનતા ના પ્રશ્નો ની સમસ્યા નો હલ વહેલી તકે દૂર કરે એવી લોકો ની માંગ છે

ઉના મશુન્દ્રી નદી પુલ

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author