
ઉના દેલવાડા રોડ ઉપર આવેલ શાહ એચડી હાઇસ્કુલ ના પાછળના ભાગથી જતો રસ્તો કે જે ૧૯૭૬ થી એટલે લગભગ ૪૦ વર્ષોથી અહીંની સોસાયટીઓ જેવી કે ગાયત્રી સોસાયટી, પંચવટી,નીલકમલ,હરિઓમ, આશીર્વાદ સોસાયટી ના લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયેલા પ્રશ્નો માટે લોકોએ પૂર્વ ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા કાળુભાઈએ અંગત રસ લઈને ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી જલ્પાબેન બાંભણિયા અને ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ જોશી (રાધે) તેમજ આ વિસ્તારના નગરસેવક અલ્પેશભાઈ બાંભણિયા તેમજ બીજા નગરસેવકો તેમજ ચીફ ઓફિસર શ્રી તેમજ ગોપલાણી ભાઈ અને સ્ટાફ ને સાથે રાખીને રસ્તો ખુલ્લો કરાવી સિમેન્ટ રોડ નું કામ ચાલુ કરાવેલ છે અને સાથે સાથે લાઈટનું પણ કામ પૂર્ણ કરાવેલ છે આમ જે છેલ્લા ૪૦ જેટલા વર્ષોથી આ વિસ્તારના લોકો માટે યક્ષ પ્રશ્ન બની ગયેલા આ રોડનું કામ ચાલુ કરાવતા લોકોમાં હર્ષની લાગણી વ્યાપેલ છે તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અને નગરપાલિકાના સર્વે હોદેદારોનો આભાર વ્યક્ત કરેલ છે

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી