
ગીર સોમનાથ, તા.૧૫: ગીર સોમનાથના આંગણે વિધાનસભા ચૂંટણીનો અવસર આવી ઉભો છે ત્યારે વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ પ્રકારના મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી તેમજ ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા ઉના તાલુકાના ૩૮-સણોસરી, ૬૪-બેડીયા ૧ એ ૨, ૬૧થી ૬૩ અંબાળા-૧ થી ૩, ૩૪-ખીલાવડ, ૯૧-મહોબતપરા, ૧૦૨-૧૦૪-કાંધી-૧થી ૪ના મત વિસ્તારોમાં ‘અવસર રથ’ દ્વારા આ તમામ ઓછા મતદાનવાળા વિસ્તારોના મતદારોને વધુમાં વધુ બહોળી સંખ્યામાં મતદાન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ અધિકારીશ્રી આર.એ.ડોડીયા, સહ નોડલ શ્રી એન.ડી.અપારનાથી દ્વારા ઉપસ્થિત રહીને અવસર રથનું પ્રસ્થાન કરાવેલ હતું અને રૂટ અનુસાર જે જગ્યાએથી રથ પસાર થયો તે વિસ્તારના લોકોને મતદાનની અગત્યતા સમજાવીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા પ્રેરિત કર્યા હતાં.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન