
ઉના તાલુકામાંથી 115 થી વધુ દીકરા દીકરીઓ એલઆરડી,એએસઆઈ, કોસ્ટેબલની નિમણૂક પત્ર માટે ગાંધીનગર ટ્રેનિંગ સેન્ટર ધરાઈ ખાતે રવાના.
ઉના તાલુકા શહેર તેમજ ગીર ગઢડા માંથી 115 થી વધુ દીકરા દીકરીઓ ગાંધીનગર ટ્રેનિંગ સેન્ટર કરાઇ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હસ્તે નિમણૂક પત્ર લેવા માટે રવાના ઉના- નવા બંદર પોલીસ સ્ટેશન ખાતે ગીર સોમનાથ એસ.પી.મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશન ખાતેથી 35 દીકરીઓ અને 80 દીકરાઓ આજે પોલીસ સ્ટેશનથી આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા મોઢા મીઠા કરાવી ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવ્યા જેમાં પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી,ઉના પી. આઇ.ગોસ્વામી યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,પોલીસ સ્ટાફ બહાદુર ભાઈ, આર.એલ.પ્રજાપતિ સહિત ઉના પોલીસ સ્ટાફ દ્વારા તમામ ભાઈઓ બહેનોની ફૂડ પેકેટ સાથે વાહન વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી સાથે દરેક યુવાનોને સારા ભવિષ્ય માટે અભિનંદન પાઠવી તમામને શુભેચ્છા સાથે ઉના પોલીસ સ્ટેશનથી ગાંધીનગર ટ્રેનિંગ સેન્ટર ધરાઈ ખાતે નિમણૂક પત્રક માટે રવાના કરવામાં આવ્યા હતા.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી