October 1, 2022

ઉના તાલુકાને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) જાહેર કરવા ટિમ ગબ્બર ગુજરાતની રજુઆત.

ઉના તાલુકાને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) જાહેર કરવા ટિમ ગબ્બર ગુજરાતની રજુઆત.
Views: 232
0 0

Share with:


Read Time:4 Minute, 30 Second
ઉના તાલુકાને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) જાહેર કરવા ટિમ ગબ્બર ગુજરાતની રજુઆત.

પ્રતિ,મુખ્યમંત્રીશ્રી
તમામ જિલ્લા કલેકટર
ઉદ્યોગમંત્રી શ્રી
વિરોધપક્ષના નેતા        જય હિન્દ જય ભારત સાથ જણાવવાનુ કે અમો ટીમ ગબ્બર ગુજરાત ના કે એચ ગજેરા અને વિનોદભાઈ બાભણીયા ને જાણવા મળ્યું છે કે, હાલમાં વાવાઝોડાં ની ભારે અસર ને કારણે  ગુજરાત રાજ્યના ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, સુરત, તાપી, વલસાડ, વાપી, દીવ-દમણ, ભરૂચ વિગેરે બધાજ વિસ્તારમાં તેમજ તમામ જિલ્લાઓ માં ભારે થી અતિભારે નુકશાન થયું છે.

સને 2001 માં કચ્છ જિલ્લામાં આવેલ ભૂકંપથી જે મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારબાદ કચ્છ જિલ્લામાં અમુક વિસ્તારને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) જાહેર કરવામાં આવેલ. ત્યારબાદ કચ્છ જિલ્લા એ આર્થિક ક્ષેત્રે જે હરણફાળ ભરી છે એ કાબિલે દાદ છે.

આ વાવાઝોડામાં સૌથી વધુ નુકસાન ઉના તાલુકાને થયેલ છે. જેમાં નાના વેપારીઓ તેમજ ખેડૂતોના ભાગે સૌથી વધુ નુકસાની આવી છે. ઉનાની જનતા પહેલેથી ખમીરવંતી છે. આ વાવાઝોડાએ મોઢામાંથી કોળિયો ઝૂંટવી લીધો છે પણ ખમીર હજુ અકબંધ છે. નાના માં નાનો વેપારી પણ ગમે એટલી મુશ્કેલી સહન કરીને પોતાના વેપાર ધંધા ચાલુ કરવા મથી રહ્યો છે. જગતના તાત એવા ખેડૂતો, ધરતીપુત્રો સૌથી વધુ હાલાકી સહન કરી રહેલ હોય. આ વિસ્તાર માટે કચ્છ જિલ્લાની જેમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) ની સવિનય માગણી કરીએ છીએ.

ઉના તાલુકાની નુકસાનની વાત કરીએ તો તમામ ખેતરો ધોવાઈ ગયા છે, આંબા ના બગીચાઓ, નાળિયેરીના બગીચાઓ, કેળના બગીચાઓ સદંતર ધોવાઈ ગયા છે જ્યાં આવતા 10 વર્ષ સુધી નવો પાક નહીં આવી શકે. એ જમીનને ઉદ્યોગો માટે ફાળવી શકાય અને તેમાં રોજગારની વિપુલ તકો ઉભી કરી શકાય એમ છે.

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર થવાથી ઉના તાલુકાની પ્રજા માટે જીવાદોરી સમાન બની જશે. સ્થાનિક લોકો અને યુવા વર્ગને રોજગારીની તકો મળશે. ખરા અર્થમાં આત્મ નિર્ભર બનશે ઉના તાલુકો. ઉના તાલુકો સૌરાષ્ટ્ર નો સૌથી છેવાડાનો તાલુકો છે જ્યાં વાહન વ્યવહાર તેમજ આયાત નિકાસની જબ્બર તકો સમાયેલી છે. જરૂર છે માત્ર એક સચોટ અને સુંદર દોરી સંચારની જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) દ્વારા પૂર્ણ થઈ શકશે. લાખો યુવાનો, ખેડૂતો તેમજ વેપારી બંધુઓ ખરા અર્થમાં આત્મ નિર્ભર બની દેશની અર્થ વ્યવસ્થાને ગતિ પ્રદાન કરી શકશે.

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) દ્વારા ઉના તાલુકા તેમજ ગીર સોમનાથના ઘણા ખરા વિસ્તાર તેમજ સંઘ પ્રદેશ દિવનો પણ ખરા અર્થમાં વિકાસ તેમજ ગ્લોબલ એક્સપોઝર થઈ શકશે. SEZ દ્વારા મોટા ઉદ્યોગો સ્થપાશે તો સ્થાનિક લોકોને રોજગારી તેમજ આવકના સ્ત્રોત નિર્માણ પામશે.

આ પ્રક્રિયા માટે જરૂરી તાત્કાલિક સર્વે ની ટીમ નિમણુક કરી ઉના તાલુકાનો સર્વે કરી કેન્દ્ર સરકાર દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) જાહેર કરવામાં આવે તેવી અમારી માંગણી તેમજ ટિમ ગબ્બર ની રજુવાત અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિતમાં જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટિમ ગબ્બરના સરનામે મોકલી આપવા માટે અરજ સહ.

તારીખ:23/05/2021

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: