September 30, 2022

ઉના તાલુકાના સામતેર ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા ચાક વિતરણ કરાયા.

ઉના તાલુકાના સામતેર ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા ચાક વિતરણ કરાયા.
Views: 921
0 0

Share with:


Read Time:2 Minute, 7 Second

ઉના તાલુકાના સામતેર ગામે ગત તારીખ ૯ જૂનના રોજ ભારત સરકાર નાં ખાદી અને ગ્રામોધોગ આયોગ દ્વારા ઉના – ગીર ગઢડા તાલુકાના માટી કામ સાથે જોડાયેલા 100 કારીગરો ને તાલીમ સાથે દરેક ને આશરે રૂ.21,000/- નાં એક એવા 100 ચાકડાની કુલ કિંમત રૂ.21,00,000/- જેટલી રકમનાં ચાકડા વિતરણ કાર્યક્રમ સમસ્ત પ્રજાપતિ સમાજના જીલ્લા પ્રમુખ અને ભાચા જીલ્લા પંચાયત સભ્યના પ્રતિનિધિ શ્રી પ્રકાશભાઈ ટાંક તેમજ આયોગના ગુજરાત રાજ્યના ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, સામતેર ગામ ના સરપંચ, ઉપ સરપંચ, અરજણભાઇ ચૌહાણ, ફાઉન્ડેશનના પ્રમુખ માલાભાઈ તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો તથા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ. પ્રાસંગિક પ્રવચનમાં પ્રકાશભાઈ ટાંક એ જણાવેલ કે છેલ્લા આઠ વર્ષથી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રહિત અને ગરીબ કલ્યાણ માટેની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને ગામડા નાં સર્વાંગીક વિકાસ માટે અનેક વિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે.

માટી કામ કરતા લોકોને સરળતાથી માટી મળી રહે તેના માટે ની રજૂઆત પણ કરવામાં આવી હતી. આયોગના ડિરેક્ટરશ્રી એ ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગની સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી અને માહિતી આપી હતી સાથે માટે કામ કરતા લોકોની મુલાકાત પણ લીધેલી.

ઉના તાલુકાના સામતેર ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા ચાક વિતરણ કરાયા.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: