ઉના તાલુકાના રેવદ ગામે આજે નદી ઉપર ક્રોઝ વે નુ ખુબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ રાજકીય આગેવાનો તેમજ સરકારી પદાધિકારીઓ ની હાજરી મા ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું
રાજકીય આગેવાનો મા ઉના ના પૂર્વ ધારાસભ્ય શ્રી કે.સી.રાઠોડ

જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રૂડા ભાઇ શીંગડ.
જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી લખમણભાઇ ઉના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પાંચીબેન.પૂર્વ ઉના તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણીયા.
ઉના ના તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી પાલાભાઇ તેમજ ઉના તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ મીરાપાન વાળા
તેમજ પદાધિકારીઓ મા તાલુકા વિકાસ અધિકારી શ્રી જાડેજા સાહેબ

ઇરીગેશન ના શ્રી રાઠોડ સાહેબ

ઉના તાલુકાના રેવદ ગામે વરસો જુનો પ્રશ્ન એ હતો કે રેવદ ગામ થી નદી ના સામે કાંઠે ઞામના ખેડૂતો તેમજ આજુબાજુના ઞામના ખેડુતોની જમીનો આવેલી છે.પરંતુ ચોમાસા દરમ્યાન નદી મા પુર આવતા આ. તમામ ખેડૂતો દિવસો સુધી નદી ને સામે કાંઠે જઇ શકતા નહોતા.આવી વિકટ પરિસ્થિતિમાં ઘણીવાર ખેડુતોનો ખેતર ન જઈ શકવાને કારણે પાક નિષ્ફળ જતો હતો.પરીણામે આ તમામ ખેડૂતો ને ચોમાસા દરમ્યાન ભયંકર સમસ્યા નો સામનો કરવો પડતો હતો.

વરસોથી ચાલી આવતી દરેક ગ્રામ પંચાયતો આ પ્રશ્નનો નિરાકરણ લાવવા મહેનત કરતી.તેમજ હાલના નવ નિયુક્ત સરપંચ શ્રી ભીખાભાઈ રામશીભાઇ ચંડેરા
તેમજ ગામના આગેવાનો શ્રી હમીરભાઇ મકવાણા તેમજ શબ્બીર ભાઇ નાયા ની વારંવાર રજુઆતો ને ધ્યાનમાં રાખી ને તેમજ પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ સી. રાઠોડ સામતભાઈ ચારણીયા અને લખમણભાઇ ની અથાઞ મહેનત બાદ આ વરસો જુના પ્રશ્ન નો હલ કરવા મા સફળતા મેળવી હતી.તેમજ આજરોજ રેવદ ગામ ના ખેડૂતો અને ગ્રામજનો મા ખુશી નો માહોલ છવાયો હતો…

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ