
ઉના શહેરના કોટ વિસ્તારમાં રહેતાં મુસ્લિમ શ્રમજીવી પરિવારનો આશાસ્પદ યુવાન છ દિવસ પહેલાં અચાનક જ ગુમ થઇ જતાં તેના પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં મળી આવ્યો ન હતો. અચાનક ઉના નજીકના તપોવન પાટીયા પાસે નવા બની રહેલાં ઓવરબ્રિજ ઉપર વિકૃત કોહવાયેલી હાલતમાં ગુણીયામાં ઢાકેલ મૃતદેહ પડયો હોવાની પોલીસને જાણ થતાં ઉના પોલીસ અધિકારી તેમજ ના.મામલતદાર તથા પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

અચાનક જ ગુમ થયેલો તેના પાસે રહેલાં મોબાઈલ ઉપર ફોન કરતાં બંધ આવતો હોવાથી તેની શોધખોળ કરી હતી, પરંતુ તપાસ દરમિયાન નહિં મળતા પિતા ઈમ્તિયાઝ દ્વારા પોલીસને જાણ કરી હતી.આ દરમિયાન મુસ્લિમ યુવાનનો વિકૃત કોહવાયેલી હાલતમાં મૃતદેહ ગીરગઢડા બાયપાસ નજીક પુલ ઉપર પડેલો હોવાનું બહાર આવતા પોલીસ તેમજ ના.મામલતદાર હેમીના પટેલ ઘટનાસ્થળે પડેલી મૃતદેહને પીએમ માટે ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી.

આશાસ્પદ યુવાનના મોતનાં સમાચાર તેનાં ઘરે પહોંચતા પરિવારજનોમાં પણ શોક ફેલાયો છે. મરનાર યુવાનની મૃતદેહને ગુણીયાથી ઢાંકી દેવાયેલો હતો. ગુણીયા પવનનાં કારણે ઉડી જતાં આ મૃતદેહ પડ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાસ્થળે આજુબાજુના વાડી વિસ્તારના લોકોની અવર જવર રહે છે, પરંતુ મૃતદેહના ઉપર રોડ પર પડેલાં ગુણીયા વીટી દેવાતા મૃતદેહ કોહવાયેલી હાલતમાં વિકૃત હાલતમાં હોવાથી દુર્ગંધ ફેલાઈ હતી. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન