
પ્રતિ,
શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ,
માન. મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
વિષય:- ઉના ગીરગઢડા તાલુકામાં વાવાઝોડા થી થયેલ નુકશાની નાં સર્વે અને વળતર
મળવા બાબત…..….
વંદે માતરમ્,
સાથ જણાવવાનું કે, તાજેતરમાં આવેલ તોકાતે વાવાઝોડા થી ઉના – ગીર ગઢડા નાં તમામ
ગામડાઓમાં ખુબજ મોટા પ્રમાણમાં જાનહાનિ અને આર્થિક નુકશાન થયું છે. માન.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને આપના દ્વારા જાતે નીરીક્ષણ કરી તંત્રને જરૂરી
સુચના આપી તાકીદે સર્વેની કામગીરી હાથ ધરવા બદલ આ વિસ્તાર નાં લોકો વતી હું
આપનો ખુબ ખુબ આભાર માનું છું.
સાથે આ વાવાઝોડાથી થયેલ નુકશાની નો સર્વે નીચે મુજબ કરવા માં આવે તેવી અપેક્ષા રાખું
(૧) ગામમાં રહેણાંક વિસ્તારમાં આવેલા મકાન તેમજ સીમ વિસ્તાર માં ખેતરમાં મકાન
બનાવી રહેતા ખેડૂતોના મકાનમાં થયેલ નુકસાનીના સર્વે કરી વળતર આપવા.
(૨) ગામમા તથા ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં થયેલ ઘરવખરી માં થયેલ નુકસાનીના
સર્વે કરી વળતર આપવા.
(૩) આ વિસ્તારના ગામડામાંથી ધંધાર્થે અન્ય શહેરમાં ગયેલ પરંતુ તેના બંધ મકાન અને
ઘરવખરી ને થયેલ નુકશાનનો સર્વે કરી વળતર આપવા બાબત
(૪) રેવન્યુ વિસ્તારમાં થયેલ પાક નુકશાની નો સર્વે કરી વળતર આપવા બાબત
(૫) બાગાયતી પાક નો સર્વે બાગાયત ખાતા દ્વારા કરાવી યોગ્ય વળતર આપવા બાબત
(૬) સાગર ખેડુ ને બોટ માં થયેલ નુકસાની નો સર્વે કરી વળતર આપવા બાબત
ઉપર મુજબનો સર્વે કરી વળતર આપવા માં આવે તેવી આશા અપેક્ષા સહ.….
નકલ રવાના:-
(૧) શ્રી રાજેશભાઈ ચુડાસમા, સાંસદશ્રી • ગીર સોમનાથ.
(૨) શ્રી માનસિંહભાઈ પરમાર, પ્રમુખશ્રી જીલ્લા ભાજપ – ગીર સોમનાથ.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ