
વિદ્યાર્થીએ મચાવ્યો હોબાળો ઉના એસટી ડેપોમાં કર્મચારી જગ્યાએ ડાઈવરનો અપાતો ઉડાવ જવાબ ઉનાના ગાંગડા ગામના અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા સતત બે દિવસથી બસ કેન્સલ થતા ની ફરિયાદ ડેપો મેનેજર દ્વારા વાત સાંભળવામાં ન આવતા દીકરીઓ ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડ ની ઓફિસે જાણ કરાતા તાત્કાલિક ધોરણે ત્યાં ઉપસ્થિત યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણિયા તેમજ ઉના નગર સેવક ધીરુભાઈ છગ દ્વારા એસટી ડેપો એ દોડી જય જવાબ માગતા અધિકારીની જગ્યાએ ડ્રાઇવર બેસાડી દેવામાં આવ્યો હતો અને સાથે ઉડાવ જવાબ સાથે બસો લગ્નમાં આપી હોવાનો રટણ કરતા દેખાયા હતા ત્યારે ખરેખર ગુજરાત એસટી વિભાગ દ્વારા લખવામાં આવતા સૂત્ર સાર્થક થાય છે કે કેમ ? એ પણ એક ચર્ચાનો વિષય છે આ દીકરીઓ દૂર ગામડેથી અભ્યાસ અર્થે આવતી હોય ત્યારે પૂછપરછ ઓફિસમાં સ્ટાફ દ્વારા ઉડાવ જવાબ દેવામાં આવતો જણાવવામાં આવ્યું હતું અને આજે પણ બસ નહીં આવે તેવું પણ કહેતા દીકરીઓને કહ્યું કે કેમ ન આવે તો જવાબમાં કહ્યું હજુ કાલે પણ બસ નહિ આવે આમ સતત ત્રણ દિવસથી હેરાન કરતા વિદ્યાર્થીનીઓ ને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો અને કોઈ પણ જાણ કર્યા વગર અચાનક જ વિદ્યાર્થી સહિત 200 થી વધુ મુસાફરો રજડતા એસટી ડેપો એ હોબાળો મચી જવા પામ્યો હતો. આ વિષય પર કોઈ પણ અધિકારી કે ડેપો મેનેજર મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું ત્યારે આવનારા દિવસોમાં જો આ બસ અને સેવાઓ વ્યવસ્થા રેગ્યુલર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો પર જ રામધૂન સહિત ચક્કા જામ કરવાની પણ ફરજ પડશે તેવું જણાવવામાં આવ્યું હતું
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી