October 1, 2022

ઉના અને ગીર ગઢડા તાલુકામાં મકાનો અને ઘરવખરીને થયેલી નુકશાની માટે સર્વે કરી રહેલા ૪૦૦ કર્મચારીઓ

ઉના અને ગીર ગઢડા તાલુકામાં મકાનો અને ઘરવખરીને થયેલી નુકશાની માટે સર્વે કરી રહેલા ૪૦૦  કર્મચારીઓ
Views: 153
0 0

Share with:


Read Time:1 Minute, 43 Second
ઉના અને ગીર ગઢડા તાલુકામાં મકાનો અને ઘરવખરીને થયેલી નુકશાની માટે સર્વે કરી રહેલા ૪૦૦  કર્મચારીઓ

ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકામાં તાઉતે વાવાઝોડાથી વધારે નુકસાની થયેલી હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બંને તાલુકામાં લોકોના મકાનો અને ઘરવખરીને થયેલા નુકશાન અંગે સર્વે કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ઉના ખાતે આ કામગીરીનું સંકલન કરી રહેલા નાયબ કલેકટર શ્રી વિનોદ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉના અને ગીર ગઢડા તાલુકામાં અંદાજે ૪૦૦થી વધારે કર્મચારીઓ ગામે ગામ જુદી-જુદી ટીમ રૂપે મકાનો અને ઘરવખરી અને થયેલા નુકસાન અંગે સર્વે કરી રહ્યા છે.

ઉના તાલુકામાં ૪૦ ટીમ કામ કરે છે .એક તેમાં એક નાયબ મામલતદાર અને એક ટેકનિકલ કર્મચારી અને એક નોન ટેકનીકલ કર્મચારી સર્વેની કામગીરીમાં સેવા આપે છે. સરકારશ્રીના નિયમો અનુસાર મકાનો અને ઘરવખરીને થયેલા નુકસાનની અંગે જરૂરી આધારભૂત માહિતી એકત્રિત કરીને સર્વેની કામગીરી પૂર્ણ કરાશે. જિલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં નુકસાનીના સર્વે ચાલી રહ્યા છે. પરંતુ ગીર અને ઉના તાલુકામાં વધારે નુકસાન હોય પણ મોટી સંખ્યામાં કર્મચારીઓની નિયુક્તિ કરીને કામગીરી કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: