


ઉનામાં 20 માર્ચ કેન્સર ડે નિમિતે નિશુલ્ક ઓરલ ચેકઅપ કેમ્પનું આયોજન
ગુજરાત પ્રદેશ ભાજપા મેડિકલ સેલ આયોજિત ભાજપ યુવા મોરચા સહયોગથી ઉનામાં નિશુલ્ક ઓરલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જીલ્લા પ્રમુખ માનસિંગ પરમાર,પુર્વ ધારાસભ્ય કે સી રાઠોડ અને યુવા મોરચા અધ્યક્ષ હિતેશભાઈ ઓઝાના માર્ગર્શન હેઠળ (E.M.T)ડો.શૈલેશ પરમાર સાહેબના સંપુર્ણ સહયોગથી ઉના શહેર તેમજ તાલુકાના ૮૦ થી વધુ યુવાનો પાન માવા ગુટખાની આદત તો વાળા યુવાનોની તપાસ કરવામાં આવી હતી જેમાં નિશુલ્ક ચેકઅપ કરી,આવનારા દિવસોમાં યુવાધનને વ્યસનોથી કેટલી હદે નુકસાન થાય છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે ઊના શહેર યુવા મોરચાના પ્રમુખ વિનોદભાઇ બાંભણિયા ઉના તાલુકા યુવા પ્રમુખ સંજય બાંભણિયા તેમજ મહામંત્રી સુનિલભાઈ મુલચંદઆણી કાંતિભાઈ છગ, નગરસેવક ધીરુભાઈ તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ( રાધે)ચંદ્રેશભાઇ જોષી ભોનેશ પેશવાણી,કૈલાશ ભાઈ સોલંકી વિજય ભાઈ સોલંકી તેમજ ડોક્ટર શૈલેષભાઇ પરમાર તેમજ સ્ટાફના લોકો સમાજ યુવા કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ