ઉનામાં ૬ વર્ષિય બાળક ઝયાનખાન એ રમઝાન માસનો રોઝો રાખ્યો.
મુસ્લિમ બિરાદરોનો પવિત્ર મહિનો એટલે રમઝાન માસ. રમઝાન મહિનામાં રોઝો રાખીને મુસ્લિમ ભાઇ – બહેનો પરવરદિગારની ઇબાદત કરતા હોય છે. ચાલુ વર્ષે રમઝાન તહેવાર આકરા ઉનાળામાં હોવાથી રોઝો રાખી ઇબાદત કરવી ખૂબ જ કઠિન બને છે, તેમ છતાં મુસ્લિમ ભાઇ – બહનો રોઝા રાખી ખુદાને યાદ કરતાં હોય છે, પણ આવી કાળઝાળ ગરમીમાં ક્યાંક બાળકો પણ રોઝો રાખી રહ્યા છે.
પવિત્ર રમઝાન મહિનામાં ઉનામાં કુછ કુછ ફળીયામાં રહેતા પઠાણ ઝયાનખાન ઉસ્માન ખાન ૬ વર્ષિય નામનાં બાળક એ રોઝો રાખતા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નાના બાળક ઝયાખાન એ આવી કપરી ગરમીમાં રોઝો રાખતાં પરિવારજનોએ અને લઘુમતી સમાજના અગ્રણીઓ સહીત મિત્રો અને સગા-સબંધીઓ એ રોઝાની મુબારક બાદી પાઠવી હતી.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ