May 19, 2022

ઉનામાં સોમનાથ મેડિકલ સ્ટોર માં ફાર્માશિસ્ટ અને બિલ વગર દવાનું વેચાણ

ઉનામાં સોમનાથ મેડિકલ સ્ટોર માં ફાર્માશિસ્ટ અને બિલ વગર દવાનું વેચાણ
Views: 44
0 0

Share with:


Read Time:2 Minute, 20 Second
ઉનામાં સોમનાથ મેડિકલ સ્ટોર માં ફાર્માશિસ્ટ અને બિલ વગર દવાનું વેચાણ

અધિકારીઓની મીઠી નજર નીચે લોક આરોગ્ય સાથે ચેડા

મેડિકલ સ્ટોર માં ફાર્માશિસ્ટ અને બિલ વગર દવાનું વેચાણ

ઉનામાં સોજીત્રા આંખની હોસ્પિટલ ની બાજુમાં જ સોમનાથ મેડિકલ સ્ટોર માં બિલ વગર દવાનું વેચાણ કરવામાં આવે છે અને ફાર્માસિસ્ટ વગર એક આધેડ દ્વારા દવાનો વેપાર કરવામાં આવે છે ત્યારે અહીં સરકારશ્રીના નિયમોનો ઉલાડીયો થતો હોય એવું લાગે છે, દવા અને તેનું વેચાણ ફાર્માસિસ્ટ દ્વારા જ કરવાનો સરકારનો નિયમ છે છતાં આ મેડિકલ સ્ટોરમાં ન તો ફાર્માસીસ્ટ છે ન તો બીલ આપવામાં આવે છે, અધિકારી ની મીઠી નજર સિવાય આ શક્ય નથી.તો શું ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ઊનામા વિઝિટમાં આવતા હશે કે કેમ?? આવતા હશે તો આ મેડિકલ સ્ટોર એમને દેખાતી હશે કે કેમ?? આ ફાર્માસિસ્ટ વગર ચાલતી મેડિકલ સ્ટોર ને એમણે લાલ પરવાનો આપ્યો છે કે કેમ ?? કે પછી બધા સરકારી નિયમો કાગળ પર ચાલતા હોય ડ્રગ્સ ઓફિસમાં કે શું?? એવી લોક ચર્ચા થઇ રહી છે.

જિલ્લા ડ્રગ્સ અધિકારી નો સંપર્ક કરતાં તેઓ એક્શન લેવાના બદલે મેડિકલ સ્ટોર વાળા ને છાવરતા હોય તેવો જવાબ આપે છે. સૂત્રો ના જણાવ્યા મુજબ આંખની હોસ્પિટલ ના ડોક્ટર સોજીત્રા દ્વારા લખવામાં આવતું પિસ્ક્રીપસન આ મેડિકલ સ્ટોર સિવાય અન્ય સ્ટોર વાળા વાંચી ન શકે તેવા અવાચ્યા શબ્દો માં લખવામાં આવે છે એટલે દર્દીને ના છૂટકે તેજ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની ફરજ પડે છે.ડોક્ટર ખુદ પોતાના ક્લિનિકમાં ચશ્માં વેચાણ કરે છે તો શું નિયમો મુજબ એ વેચાણ માટે નો સરકાર શ્રી નો ટેક્ષ ભરતા હસે કે કેમ એવી લોક ચર્ચાએ જોર પકડયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed