
.
ભૂકંપને પગલે લોકો મધરાતે જ ઘરની બહાર
દોડી આવ્યા હતા
એક બાજુ હજુ તો વાવાઝોડાની આફત ટળી
નથી ત્યાં વધુ એક કુદરતી આફત આવી છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધરાતે રાતે સાડાત્રણ
વાગ્યાની આસપાસ ધરા ધ્રુજી ઊઠી હતી, જેમાં
જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના,
ગીર-સોમનાથમાં ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપની
તીવ્રતા રિક્ટર સ્કેલ મુજબ 4.8 નોંધાઈ છે. આ
ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા
અનુભવાયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ
સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું
હતું. મહત્ત્વનું છે કે ભૂકંપને પગલે સ્થાનિકોમાં
ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે
જ ઘરની બહાર દોડી આવ્યા હતા.મળતી માહિતી
અનુસાર, મધરાતે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા
અનુભવાયા છે એ જ જગ્યાએ આજે સાંજે
‘તાઉ-તે’ વાવાઝોડું ટકરાશે તેવી શક્યતા છે.
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ