ઉનાના દરિયા કાંઠા વિસ્તારમાં આવેલા નવાબંદર પી.એચ.સી.માં 15માં નાણાપંચની તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સનું લોકાર્પણ ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ, પંચાયતના સભ્યો તેમજ નવાબંદર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા નવાબંદર ગામ માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને આ ગામના લોકોને આરોગ્યને લગતી સારવાર માટે દર્દીઓને ઈમરજન્સી હોસ્પિટલે લઈ જવા માટે સુવિધા પુરી પાડવા નવાબંદર પી.એચ.સી.માં તાલુકા પંચાયતની 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી