ઉના ત્રિકોણ બાગની સામે રાવણવાડી ખાતે પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, માનસિંહ પરમાર સહિતના ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસર ડો.દુમાતર, ડો.પંપાણીયા સહિત આરોગ્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ પ્રેરક હાજરીમાં 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિન ચોબેએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભાજપ સરકારે વિકાસના અનેક કામો કર્યા છે. આ અંતર્ગત ઉના તાલુકામાં આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમના પ્રથમ દિવસે 1800 આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન