
ઉનામાં રહેતા ઈમ્તિયાઝ અબ્દુલ રહીમ શેખનો પુત્ર અલ્ફાઝ (ઉ.વ 18), તા.7 ફેબ્રુઆરીના સમોસાની લારીએથી કામ પુરૂ કરી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. અંતે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ આપી હતી. બાદમાં તા.12 ફેબ્રુઆરીના ગીરગઢડા રોડ પરના પુલ પરથી યુવાનનો મૃતદેહ મળી આવતા પી.એમ માટે જામનગર મોકલાયો હતો. જેમાં યુવાનનું છરાના અનેક ઘા વાગવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જેથી ઉના પોલીસે આ મામલે ગુનો નોંધ્યા હતા.
ગત તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ઉનાામાં કોર્ટ વિસ્તારમાં સમોસાની લારી ચલાવતો યુવક ઈમ્તિયાઝ અબ્દૂલરહિમ શેખ લાપતા થયો હતો. સમોસાની લારીએથી ઘરે આવી થોડી વારમાં પરત ફરવાનું કહી નિકળેલા યુવકને શોધતા પરિવારને અંતે પોલીસને જાણ કરી હતી. દરમિયાન પોલીસને ઉના બાયપાસ પર તપોવન પાટીયા પાસેના પુલ પરથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ પરના કપડા, ચપ્પલ તેમજ કાનની કડીના આધારે તપાસ કરતા મૃતદેહ ગુમ થયેલા અલ્ફાઝની હોવાનું સામે આવ્યું હતું. શંકાસ્પદ હત્યાનો બનાવ સામે આવતા પોલીસે ફોરેન્સિકની મદદ મેળવી હતી જેમાં સ્પષ્ટ થયું હતું કે મૃતકને ચાકૂ જેવા હથિયારથી રહેંશી નાખવામાં આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટીએ તો આ કોયડો ઉકેલવો મુશ્કેલ હતો પરંતુ પોલીસે સઘન તપાસ શરૂ કરતા એક પછી એક કડીઓ જોડાવા લાગી અને પોલીસ 3 આરોપી સુધી પહોંચી હતી.
પોલીસે આ મામલે તપાસ કરતા સમોસાની લારીનો માલિક જ હત્યારો નિકળતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે પકડેલા આરોપી ઈરફાન મહંમદ શેખ ઉં. 40, આરિફ ગુલામ મહંમદ મુન્સી ઉં. 44 અને સાહિલ હામત મુન્સી ઉં. 22ની આગવી ઢબે પુછપરછ કરતા હત્યાનું કારણ અને હત્યાની મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં આરોપીઓએ કબૂલાત આપી હતી કે, સમોસાની લારીના માલિક આરિફને ત્યાં મૃતક અલ્ફાઝ 4 વર્ષથી કામ કરતો હતો. દરમિયાન અલ્ફાઝ સમોસા, ભજીયાનો સામાન લેવા-મુકવા આરોપીના ઘરે જતો હતો. જેના કારણે આરોપીને પોતાની પત્ની સાથે તેને પ્રેમ સબંધ હોવાની શંકા ઉપજી હતી અને તે આ બાબતે પત્નીને બ્લેકમેઈલ કરતો હોવાનું માલૂમ પડતા આરોપી આરિફે અલ્ફાઝની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. આ વાત આરોપી આરિફેના સાળા ઈરફાન ઉર્ફે અલ્ફાનને જણાવી તે પણ હત્યાના કામમાં સામેલ થયો હતો. વળી ત્રીજો આરોપી સાહિલ પોતાને મૃતક અલ્ફાઝની બહેન સાથે લગ્ન કરવા હોય અલ્ફાઝ નડે નહીં માટે હત્યાના કામમાં જોડાયો હતો.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન