February 23, 2024

ઉનાની શાળામાં વિદ્યાર્થીએ સફાઈ કરવાની ના પાડતાં ૨૦૦ ઉઠકબેઠક કરાવતા તબિયત લથડી

ઉનાની શાળામાં વિદ્યાર્થીએ સફાઈ કરવાની ના પાડતાં ૨૦૦ ઉઠકબેઠક કરાવતા તબિયત લથડી
Views: 2773
0 0
Spread the love

Share with:


Read Time:2 Minute, 18 Second
ઉનાની શાળામાં વિદ્યાર્થીએ સફાઈ કરવાની ના પાડતાં ૨૦૦ ઉઠકબેઠક કરાવતા તબિયત લથડી

ગીર સોમનાથમાં ઉનાની ખાનગી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં પંદર દિવસ પહેલાં શાળાનાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને સજા રૂપે ૨૦૦ જેટલી ઉઠબેઠક કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીએ શાળામાં સફાઈ કરવાની ના પાડતા ઉઠકબેઠક કરાવવામાં આી હતી. જેના કારણે વિદ્યાર્થીની તબિયત લથડતા તેને ઉના સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની બી ટી સવાણી હોસ્પિટલ ખસેડાયો છે.

ઉનાનાં ત્રિકોણ બાગ નજીક નાસ્તાની રેકડી રાખીને ધંધો કરતાં બાવાજી પરીવારના મહેશગીરી ગોસ્વામીનો પૂત્ર કરણ શહેરનાં તળાવ કાંઠે આવેલ ખાનગી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. તેને શાળાની પ્રાથના સભામાં મોડો આવતો હોવાના અને શાળામાં સફાઈ કામગીરી નહિં કરવાનાં બહાનાં તળે સજા રૂપે ૨૦૦ ઉઠકબેઠક કરાવતાં કરાવવામાં આવી હતી. બીજા દિવસ બાળક નહીં ઉઠતાં પિતાને સમગ્ર બનાવની વાત કરતાં મહેશગીરીએ પોતાના સંતાનને વૈદે પાસે હાથ પગની માલીશ કરાવ્યા બાદ બાળક કરણને ઊનાનાં ખાનગી તબીબ પાસે લઈ ગયા હતા.

ત્યાં ત્રણ દિવસ દવા લીધી હતી અને ત્યાર બાદ રીપોર્ટ કરાવતાં વિદ્યાર્થીને અન્ય રાજકોટ બી.ટી સવાણી હોસ્પિટલ લઈ જવાં સલાહ આપતાં ત્રણ દિવસથી સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી કરણના પિતા મહેશ ગીરી ગોસ્વામી સાથે ફોન સંર્પક કરતાં તેણે જણાવ્યું હતું કે, મારા પુત્રને કિડની પર અસર પડતાં સોજા આવી ગયાં છે અને તબીબએ ડાયાલિસિસ કરવા કહેવામાં આવ્યું છે પણ અમે ગરીબ પરીવારના હોવાથી આર્થીક સ્થિતીના કારણે સારવાર માટેનું કાર્ડ કઢાવવા દોડા દોડી કરી રહ્યા છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author