
ગુજરાત સરકાર ફરીથી સુરક્ષિત રીતે પેપર કરાવવામાં નિષ્ફળ નિવડી છે. જો બેરોજગાર યુવાનોને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉના તાલુકાના બેરોજગાર ઉમેદવાર યુવાનો તેમજ વિવિધ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

યુવાનો પેપર ફુટવાથી માનસિક રીતે ભાંગી પડયા છે. અમુકવાર તો નાસીપાસ થઈ ગેરમાર્ગે જઈ રહ્યાં છે. અનેકવાર પેપર ફુટવા છતા શા માટે પેપર ફોડનાર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી? સંવેદનશીલ સરકાર શા માટે બેરોજગાર યુવાનોની સંવેદના પર ખરી ઉતરતી નથી? તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર તરત જુનિયર કલાર્કની પરીક્ષા ફરી પુરેપુરી તકેદારી સાથે લઈ બેરોજગાર યુવાનોને યોગ્ય ન્યાય આપે તેવી માગ યુવાનો દ્વારા કરવામાં આવી છે.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી