ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાન પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ પર ડાયરામા ચાહકો દ્વારા રૂપિયાનો વરસાદ થયો
ઉના તાલુકામાં દેલવાડા ગામે શિવજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સમાં ભવ્ય લોક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રાત્રી દરમિયાન જેમ જેમ ડાયરા ની મોજ પડી ગઈ તમે લોકોને પણ મોજ આવતા રહ્યા તેમાં ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ ઉપસ્થિતિ જોવા મળ્યા
જેમાં તેમના સમર્થકો સાથે ડાયરા નો એક અલગ રંગ જામ્યો અને ત્યારે પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ પણ ડાયરા ની મોજ માણતા ગયા તેમ તેમના પર પૈસાનો વરસાદ થતો ગયો લોકો મન મુકીને ડાયરાની મોજ માણતા રહ્યા અને ડાયરો ધીમે ધીમે રાજ નેતાવો આવવા લાગ્યા અને સંગીતના તાલે અને ભક્તિભાવ ના ગીતો સાથે લોકો જુમી ઉઠ્યા તેવામાં પાલિકાના સદસ્ય રાજુભાઈ ડાભી,યુવા કોળી સંગઠન પ્રમુખ,ન.સેવક અલ્પેશભાઈ બાંભણીયા,ભોલુભાઈ રાઠોડ સહિત તેમના સમર્થકો દ્વારા પુર્વ ધારાસભ્ય પર પૈસાનો વરસાદ કર્યો અને પુર્વ ધારાસભ્ય પોતે પણ તેમના ચાહકો પર પૈસાનો વરસાદ કરતા નજર આવ્યા હતા અને ડાયરા ની મોજ માણી હતી
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ