
જિલ્લા પંચાયત, ગીર સોમનાથ આંકડાશાખા તથા નિયામકશ્રી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર (સામાન્ય વહીવટ વિભાગ)ના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક કચેરી કક્ષાનો વિલેજ પ્રોફાઈલ અને તાલુકા પ્લાનિંગ એટલાસ સંબંધિત તાલિમ કમ વર્કશોપ કાર્યક્રમ ઈણાજ ખાતે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાયો હતો. જેમાં ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ જિલ્લાના સંબંધિત વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો.
આ તાલિમમાં વિલેજ પ્રોફાઈલ નકશા આધારિત અસરકારક આયોજન અંગેની પ્રણાલી અંગેનું સર્વગ્રાહી વિકાસ પ્રેરતું આયોજન, સંકલિત ડેટાબેઝ, નકશા આધારિત એપ્લીકેશન તેમજ ખૂટતી સવલતો સહિત માહિતીનું એકત્રીકરણ, માહિતીની ખરાઈ વગેરે વિશે પ્રાદેશિક નિયામક કચેરી રાજકોટ વિભાગના અધિકારી શ્રી ડૉ.હિરલ.બી.સિદ્ધપુરાએ કર્મચારીઓને ટ્રેનિંગ પૂરી પાડી હતી.

માનવ વિકાસની જરૂરીયાતને અનુલક્ષીને વિલેજ પ્રોફાઈલ માટે પશુપાલન, વીજળીકરણ, પીવાનું પાણી, રસ્તા, પોષણ, આરોગ્ય, શિક્ષણ, જમીન વિષયક તેમજ અન્ય સુવિધા એમ ૧૧ વિવિધ ક્ષેત્રોને આવરી લઈને ૩૪૦થી વધુ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના ઉપલક્ષ્યમાં ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ જિલ્લાના સંબંધિત વિભાગના કર્મચારીઓએ તાલિમ લીધી હતી.
આ તકે કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી ગાંધીનગર સંયુક્ત નિયામક શ્રી દિલિપસિંહ ચૌહાણ તેમજ નાયબ નિયામક શ્રી મનોજભાઈ કાપડિયાએ વિલેજ પ્રોફાઈલ અને તાલુકા પ્લાનિંગ એટલાસની ઉપયોગીતા, જિલ્લા-તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ગેપ એનાલિસિસ, કામની અગ્રતા તેમજ પસંદગી વિશે અને માનવ વિકાસને લગતા અલગ-અલગ ક્ષેત્રની વિવિધ આંકડાકિય સમજ આપી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગીર સોમનાથ ઈન્ચાર્જ જિલ્લા આંકડા અધિકારી શ્રી પરેશભાઈ ઠક્કરે કર્યુ હતું. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના ક્ષેત્રીય આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ, સંશોધન અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા આંકડા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં સીનીયર સિટિઝન બહેનો માટે યોજાઈ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધા
ધોરણ ૬થી ૧૨ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટે યોજાશે રાજ્યસ્તરની કોમન પ્રવેશ પરીક્ષા
વેરાવળના ભીડીયામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે સેમીનાર યોજાયો